VIDEO: સત્યાગ્રહના સ્થળ પર નશાનો વેપાર ! રાજકોટમાં ગાંધીજીની રાષ્ટ્રીય શાળાના પટાંગણમાંથી મળ્યો વિદેશી દારૂ

450 liquor bottles found from Rashtriya School premises Rajkot

ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી જ હોય આવી વાતો ખૂબ થાય છે પરંતુ ગાંધીજીના આ જ ગુજરાતમાં, જ્યાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો રાજકોટની રાષ્ટ્રીય શાળા કે જ્યાં તે જ શાળામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ શાળાના પટાંગણમાં એક મકાન છે જેમાંથી 450થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ, સંઘની 40 ભગીની સંસ્થાના પ્રમુખોની હાજરી

સંદીપ દક્ષિણી નામના વ્યક્તિના મકાનમાંથી પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસને બાતમી મળી હતી, જેના આધાર પોલીસે દરોડા કર્યા હતા. જો કે પોલીસ પહોંચે તે પહેલા સંદીપ ફરાર થઈ ગયો હતો. રાજકોટની આ જ રાષ્ટ્રીય શાળા ખાતે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ કર્યો હતો. અને આ શાળા ગાંધી સ્મૃતિ સાથે જોડાયેલી છે. જો કે, ગાંધીજીની સ્મૃતિઓ હવે એટલી વિસરાઈ ગઈ છે નશાને નકારતા ગાંધીજીની યાદો પર પણ હવે દારૂ ફરી વળ્યો છે.

READ  સફેદ સોનું ચમક્યું ગાંધીનગર APMCમાં મહત્તમ ભાવ રહ્યા 6280, ગુજરાતના અન્ય પાકોના બધી જ APMCના ભાવ જાણો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments