ગુજરાતમાં 24 કલાકમાં નવા 480 કોરોનાના કેસ, 319 દર્દી થયા સ્વસ્થ, જાણો તમામ જિલ્લાની વિગત

620 new coronavirus cases reported in Gujarat in last 24 hours
તસવીર પ્રતિકાત્મક છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના નવા 480 પોઝિટિવ કેસ નોંંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 319 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 30 લોકોના મોત થયા છે.

480 new coronavirus cases reported in Gujarat in last 24 hours

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ? 

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 480 પોઝિટિવ કેસ નોંંધાયા છે. જેમાં અમદાવાદમાં 318 કેસ, સુરતમાં નવા 64 કેસ, વડોદરામાં નવા 35 કેસ, ગાંધીનગરમાં 19 કેસ, મહેસાણા અને બનાસકાંઠામાં 6-6 કેસ, પાટણમાં 05 કેસ, ખેડા અને સુરેન્દ્રનગરમાં 04-04 કેસ, રાજકોટ અને આણંદમાં 03-03 કેસ,  ભાવનગરમાં 02 કેસ, ભરુચમાં 02 કેસ, વલસાડમાં 02 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે એવા જિલ્લામાં અરવલ્લી, કચ્છ, દાહોદ, અમરેલી, નવસારીનો સમાવેશ થાય છે.

READ  ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયા, PMOને ટ્વીટ કરીને માગી મદદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો :  ગુજરાતમાં સતત 5 દિવસ સુધી રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

READ  ગામડાઓમાં સુરક્ષાની સ્થિતિ સુધારવા માટે સાબરકાંઠા પોલીસના 20 PSIની આઉટ પોસ્ટમાં બદલી

રાજ્યમાં કોરોના વાઈરસના વાઈરસના 5205 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના વાઈરસના 5205 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તેમાંથી 67 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.   5138 દર્દીઓની તબિયત સ્થિર છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 13643 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ 1249 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ  રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments