ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત

ચીનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંત ભૂકંપના સતત ઝટકાથી હલી ગયો છે. એક પછી એક ભૂકંપના 5 ઝટકા અનુભવાયા છે. તેમાં એકની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.0 જણાવવામાં આવી રહી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર યિબીન શહેરના બાહરના વિસ્તારોમાં 16 કિલોમીટરમાં સ્થિત હતું.

રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 10.55 વાગ્યાની આસપાસ આવ્યા હતા. પ્રથમ ઝટકો ઝડપી હતો અને ત્યારબાદ આગળની 40 મિનિટ સુધી નાના મોટા ઝટકા આવ્યા હતા. લગભગ 6 લોકોના મોત થયા છે અને 75 લોકો ઈજાગ્રસ્ત છે. ભૂકંપમાં એક હોટલ પુરી રીતે નષ્ટ થઈ ગઈ છે. તેની સાથે કેટલાક ઘરો પણ તુટી ગયા છે. જ્યારે તમામ બિલ્ડિંગમાં તીરાડો પડી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતના RCEP કરારમાં નહીં જોડાવવાના નિર્ણયથી દેશના ખેડૂતો અને નાના ઉદ્યોગોને રાહત મળશે

ભૂકંપ બાદ સરકારે રાહત અને બચાવ કાર્ય ઝડપી કરી દીધુ છે. લગભગ 300 કર્મચારીઓને ભૂકંપથી પ્રભાવિત ક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા છે. તેની સાથે જ બચાવ કર્મચારીઓને લગભગ 5 હજાર તંબુઓ અને 10 હજાર ફોલ્ડિંગ પલંગની સાથે અલગ અલગ વિસ્તારોમાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 2008માં 7.9ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 87 હજાર લોકોના મોત થયા હતો અથવા તે ગુમ થઈ ગઈ હતા.

READ  ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

 

Tv9 Headlines @ 10 AM: 13-11-2019 | TV9GujaratiNews

FB Comments