પાંચ રાજ્યોમાં હાર પછી શું મોદી અને શાહની જોડી આ પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ?

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીના પરિણામ સામે આવ્યા. જો કે આ પરિણામ પછી 2019 માટે ભાજપ અને કોંગ્રેસ બંને માટે સમીકરણ બદલાઈ રહ્યા છે. આ પરિણામને આગામી સમયની રાજકીય તસવીરના સ્વરૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. આ જીત ભલે કોંગ્રેસની હોય પરંતુ મનોમંથન ભાજપને કરવાની આવશ્યકતા વધુ છે. ઘણાં પ્રશ્નો પર મોદીનું મૌન પણ ભાજપ માટે મોટી સમસ્યા બની રહ્યું છે. જેમાં પણ મોદી પાસે આ પાંચ પ્રશ્નો મુખ્ય બની રહેશે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘હાથી’ બચાવવશે ‘પંજો’, જાણો શું છે ગણિત ?

ભાજપમાં હાલમાં પીએમ મોદી અને અધ્યક્ષ અમિત શાહનુ એકહથ્થુ શાસન છે.બાકીના તમામ નેતાઓ હાંસિયામાં છે, જુના નેતાઓની સરખામણીએ નવા સવા પ્રવેશેલા નેતાઓનુ કદ વધ્યુ છે.જેના કારણે અંદરખાને અસંતોષ છે. જેમાં પાર્ટીની જુની કેડરને મહત્વ આપવુ પડશે.

  • ભાજપની હાર પહેલાં જ ઘણાં સમયથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કાર્યકર્તાઓ દ્વારા પણ નારાજગી સામે આવી હતી. ભાજપના જૂનાં કાર્યકર્તાઓના સ્થાને નવા કાર્યકરોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. જો આ સ્થિતિ અન્ય રાજ્યોમાં પણ રહી તો 2019માં મોદી માટે મુશ્કેલી વધી શકે છે. પાર્ટીની અંદર પણ ઘણાં નેતાઓને હાંસિયામાં મોકવાની વાત સામે આવતી રહી છે.
  • ભાજપના મોટાભાગના નેતાઓ બેફામ નિવેદન કરી રહ્યા છે.ખુદ પીએમ મોદીએ સોનિયા ગાંધી માટે વિધવા શબ્દનો જે રીતે ઉપયોગ કર્યો તે કોઈને પસંદ આવ્યો નહોતો.ભાજપના નેતાઓએ ભાષા પર કાબૂ રાખવો પડશે.
  • નોટબંધી, જીએસટી, ખેડૂતોની દુર્દશા, બેકારી અને ભાગેડુ ઉદ્યોગપતિઓના ભ્રષ્ટાચારને લઈને ભાજપે નક્કર જવાબો આપીને સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.રાહુલ ગાંધીએ બેરોજગારો અને ખેડૂતોના મુદ્દાને જ મહત્વ આપ્યુ હતુ.
  • હિન્દુત્વના મુદ્દે આક્રમક તેવરના કારણે રાજસ્થાનમાં ભાજપને કારમી હાર થતા બચી છે. હિંદી બેલ્ટમાં સર્વણ હિંદુઓ નારાજ છે તો ક્યાંક ઓબીસી તો ક્યાંક દલિત, ચૂંટણી પહેલા જાતિય ગણિત મોદીએ સુધારવુ પડશે.
  • NDAના સાથી પક્ષોને એક રાખવાનો પડકાર પણ ઉભો છે.ચંદ્રાબાબૂ નાયડુ અને કુશવાહા જેવા જુના સાથીઓ એનડીએ સાથે છેડો ફાડી ચુક્યા છે.શિવસેના સાથે રહેવા છતા નારાજ છે ત્યારે 2019 સુધી તેમને એક રાખવાની કસરત પીએમ મોદીએ કરવી રહી

FB Comments

Hits: 1318

Comments are closed, but trackbacks and pingbacks are open.