સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો અનોખો કેસ! દર્દીના પેટમાંથી નીકળ્યું 5 કિલો મેટલ, જુઓ VIDEO

શું કોઈ વ્યક્તિના પેટમાં 5 કિલો જેટલી મેટલની વસ્તુઓ હોઈ શકે ખરી? અને આટલો મેટલનો જથ્થો શરીરમાં લઈને કોઈ વ્યક્તિ 2 વર્ષ સુધી જીવી શકે ખરો? અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો અનોખો કેસ સામે આવ્યો હતો. જે યુવકના પેટમાંથી આટલુ મેટલ નીકળ્યું તે 28 વર્ષીય યુવકને લોખંડ, સ્ટીલ કે ધાતુની અન્ય વસ્તુઓ ખાવાની આદત હતી, જેના કારણે તેના પેટમાં દુખાવો શરૂ થયો. દુ:ખાવાની ફરિયાદ બાદ મેન્ટલ હોસ્પિટલમાં રહેલા આ યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા. જ્યાં એક્સ રે પ્લેટ જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા અને તબીબોની ટીમ કામ પર લાગી.

READ  Amreli : Lioness fell in 25 ft deep well, rescued by locallites

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓપરેશન બાદ ડોક્ટરોની ટીમે યુવકના પેટમાંથી સ્કુટરનો પ્લગ, લોખંડના જાડા સળીયા, ચપ્પુ, નેઈલ કટર જેવી મોટી ધાતુની 452 વસ્તુઓ બહાર કાઢી હતી. માનસિક રીતે એક્યુફેજિયા નામની બિમારી હોવાને કારણે દર્દીને આ ટેવ પડી હતી. હાલ ઓપરેશન બાદ યુવકની હાલત સ્થિર છે.

READ  EXCLUSIVE : 'એક થા ટાઇગર' : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો: VIDEO: રાજકોટનું જળસંકટ બન્યું હળવું, 1 વર્ષ ચાલે એટલા પાણીની આવક

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments