સુરતમાં RTI કાર્યકર્તાએ મહિલા ડૉક્ટર પાસે 5 લાખ રુપિયાની ખંડણી માગી, પોલીસે મોબાઈલ ફોનના આધારે આરોપીને ઝડપી લીધા

સુરતના ચોક બજાર વિસ્તારમાં એક RTI કાર્યકર્તા દ્વારા એક મહિલા તબીબને ફોન પર ધમકી આપીને રૂપિયા 5 લાખની ખંડણી માગવામાં આવી હતી. જો રુપિયા નહિ આપવામાં આવે તો તે મહિલા તબીબને બદનામ કરી દેવાની ધાકધમકીઓ પણ આપવામાં આવી હતી.

ધાકધમકીઓના લીધે મહિલા તબીબે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ ખંડણી માંગતા આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તે ફરિયાદના આધારે મુખ્ય આરોપી કે ડી સેલડીયા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં RTI કાર્યકર્તાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે કારણ કે લોકોને કોઈને કોઈ રીતે બ્લેકમેલ કરી રૂપિયાની માગણીઓ કરતા હોય છે પણ તેની ફરિયાદો કરવામાં આવતી નથી.   સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આવા એક લોકોને બ્લેકમેલિંગ કરતા આરોપી વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં કતારગામ વિસ્તારના હ્યુમન રાઈટ કાર્યકર્તા કે ડી સેલડીયા દ્વારા સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નોકરી કરતા એક મહિલા તબીબને કે ડી સેલડીયા ફોન કરીને રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. મહિલા તબીબને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં નોકરી કરતા હોવા છતાં પણ પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરે છે તેવું ફોન પર કહી ધાકધમકી આપી અને જો રૂપિયા નહિ આપવામાં આવે તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોવાનું કહી પેપરમાં જાહેર કરીને બદનામ કરવા માટેની ધમકીઓ પણ આપી હતી.

ત્યારબાદ મહિલા તબીબે તેમના પતિ જે સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમને જાણ કરીને આખરે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો તેના આધારે ફરિયાદ નોંધાવામાં આવી હતી. તે પછી ચોક બજાર પોલીસે તપાસ કરતા જાણીતા આરટીઆઇ કાર્યકર્તા અને એડવોકેટ કે ડી સેલડીયા અને તેમના 2 મિત્ર સાથે હોવાનું તપાસમાં બહાર આવતા તાત્કાલિક ચોક બજાર પોલીસે ફરિયાદના આધારે કે ડી સેલડીયા અને 2 મિત્રની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

Delhi: Reaction of people ahead of vote counting day tomorrow- Tv9

FB Comments

Baldev Suthar

Read Previous

ખાલી ફટાકડા પર જ પ્રતિબંધ કેમ, જ્યારે વાહનોથી તો વધારે પ્રદુષણ થાય છે: સુપ્રીમ કોર્ટ

Read Next

ગુજરાતમાં રાહુલ ગાંધીએ ખેડૂતોની દેવામાફી,નોટબંધી અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને મોદી સરકારને આડેહાથે લીધી

WhatsApp chat