5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

જો તમે ઘરે બેઠા રૂપિયા 25 હજાર જીતવા માગો છો તો મોદી સરકાર એક ખાસ તક તમને આપી રહી છે. આ તક માત્ર 4 ઓગસ્ટ સુધી જ છે. મહત્વની વાત છે કે તેના માટે તમારે 5 મિનિટ આપવી પડશે.

સંરક્ષણ મંત્રાલયે MyGov.inની મદદથી હાલમાં જ કારગિલ યુદ્ધ પર એક ઓનલાઈન સ્પાર્ધાની શરૂઆત કરી છે. 4 ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પાર્ધામાં ભાગ લેનારા ઉમેદવારને માત્ર 5 મિનિટમાં વધારેમાં વધારે 20 પ્રશ્નના જવાબ આપવા પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદી સરકારનું મિશન નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર, NPRનો વિરોધ કરવામાં મમતા બેનર્જી મોખરે

જે ઉમેદવાર ઓછા સમયમાં વધારેમાં વધારે સાચા જવાબ આપશે તે વિજેતા જાહેર થશે. આ સ્પાર્ધામાં ભાગ લેવા માટે તમારે MyGov.in(https://quiz.mygov.in) પ્લેટફોર્મ પર વિઝિટ કરવી પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સ્પાર્ધામાં વિજેતાઓને 10 રોકડા પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ પુરસ્કાર 25 હજાર રૂપિયાનું છે. ત્યારે બીજો પુરસ્કાર 15 હજાર રૂપિયાનો છે. તે જ રીતે ત્રીજા પુરસ્કારમાં 10 હજાર રૂપિયા આપવામાં આવશે. તે સિવાય 7 લોકોને સાંત્વના પુરસ્કાર આપવામાં આવશે. તે તમામ લોકોને 5 હજાર રૂપિયા મળશે. તે સિવાય અન્ય 100 વિજેતાઓને સંરક્ષણ મંત્રાલય પ્રમાણપત્ર પણ આપશે.

READ  મોદી સરકારનું ફરમાન : 15 જાન્યુઆરીથી પહેરવું પડશે આ ખાસ હેલમેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્પાર્ધાના થોડા નિયમ પણ છે. આ સ્પાર્ધામાં એક વ્યક્તિ સ્પાર્ધામાં એક જ વખત ભાગ લઈ શકશે. સ્પાર્ધામાં ભાગ લીધેલા ઉમેદવારે તેમનું નામ, માતા-પિતાનું નામ, જન્મતારીખ, સરનામું, ઈ-મેઈલ અને મોબાઈલ નંબરની ડિટેલ આપવી પડશે.

[yop_poll id=”1″]

મોબાઈલ નંબર અને ઈ-મેઈલનો બીજી વખત ઉપયોગ કરવામાં આવી શકશે નહીં. તે સિવાય વિજેતાઓને તેમની ઓળખાણ, ઉંમર, સરનામુ વગેરેનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જમા ના કરાવવાની સ્થિતીમાં પસંદગી રદ માનવામાં આવશે.

READ  યુવાનોમાં નશો બનેલી ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ, શું સિગરેટ અને ગુટખાને પણ સરકારે બેન કરવી જોઈએ?

 

Oops, something went wrong.
FB Comments