કોરોનાના કેસમાં સતત વધારો, કેરલમાં 5 નવા કેસ સામે કુલ 39 દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં

5-more-people-test-positive-for-coronavirus-in-kerla jano bharat ma ketla coorna virus na case nondhaya

કોરોના કેસ ભારતમાં પણ વધી રહ્યાં છે. વિદેશથી આવેલાં નાગરિકોના સેમ્પલ પોઝિટીવ આવ્યા છે અને તેના લીધે અંતિમ આંકડો 39 સુધી પહોંચી ગયો છે. કેરલના સ્વાસ્થ્ય મંત્રી કેકે શેલજાએ જાણકારી આપતાં કહ્યું કે રાજ્યમાં કોરોના વાઈરસના વધુ નવા 5 કેસ સામે આવ્યા છે. તમામ દર્દીઓને પથાનામથિટ્ટા હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકો થોડા સમય પહેલાં જ ઈટલીથી પરત આવ્યા હતા જે બાદ ભારતમાં તેમનો કોરોના અંગેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રેનમાંથી 9 જેટલી ગર્ભવતી મહિલાઓ સાથે 500 મુસાફરોને બચાવાયા, જુઓ VIDEO

corona-virus-itbp-chhawla-camp-fresh-sampling-done

આ પણ વાંચો :  મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના વાઈરસ ગ્લોબલ ઈમરજન્સી
કોરોના વાઈરસને ગંભીરતાથી લેવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને સૂચના આપી છે. આ ઉપરાંત કોરોના વાઈરસને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં 3 કેસ કોરોનાના કેરલમાં નોંધાયા હતા અને સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી.

READ  ચેન્નઈમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે, શહેરને પાણી પુરું પાડતા જળાશયો ખાલીખમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત જો ભારતમાં અન્ય જગ્યાઓની વાત કરીએ તો કોરોનાની ઝપેટમાં ગુરુગ્રામ, ગાજિયાબાદ, તેલંગાણા, તમિલનાડુ આવી ગયું છે. ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલાં આ વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. જો કે ચીન પોતાને ત્યાંથી વાઈરસ ફેલાયો છે તે વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી.

READ  મુંબઈમાં લોકલ એસી ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, મુસાફરોએ નવા દર સાથે આ કિંમત ચૂકવવી પડશે

 

Oops, something went wrong.
FB Comments