તૈયાર થઈ જાઓ, તમારા માટે WhatsApp લાવી રહ્યું છે આ જોરદાર 5 નવા ફિચર્સ જેનાથી હવે તમને મળશે વધારે સુવિધા!

વોટ્સએપમાં ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી છે. ઉપરાંત ચેટીંગમાં કોઈ પણ ફોટો આવે તો, તેને ગૂગલમાં સર્ચ કરી ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

વોટ્સએપ દુનિયાનુ સૌથી જાણીતી એપ્લિકેશન છે. એક અંદાજ મુજબ 1.3 બિલિયન લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ તેની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, ખોટા સમાચારો પર અકુંશ મેળવવો. વોટ્સએપે ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી દીધી છે. ઉપરાંત લોકોને પણ જાગ્રત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

 

વોટ્સએપમાં નવા અપડેટની સાથે કેટલાક નવા ફીચર્સ પણ મળી રહ્યા છે. જાણો કયા નવા 5 ફીચર્સ તમારા મોબાઈલમાં આવી રહ્યા છે.

રિવર્સ ઈમેઝ સર્ચ

વોટ્સએપ બીટા 2.19.73 અપડેટમાં આ ફીચર્સ સામેલ કરવામાં આવ્યું છે. જેમા ચેટમા આવેલો કોઈ પણ ફોટો ગૂગલમાં સર્ચ કરી શકાય છે એટલે કે ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાય છે. જોકે હજી આ ફીચરની તપાસ ચાલુ છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ પર ફોટો અપલોડ કરવો પડશે.

ડાર્ક મોડ

ઘણી વખત રાતના સમયે વોટ્સએપની વધુ લાઈટના કારણે પરેશાન થઈ જવાય છે. તેથી કંપની હવે ડાર્ક મોડ લાવી રહી છે. જેથી રાતે પણ વોટ્સએપનો ઉપયોગ વધુ કરી શકાય અને સાથે સાથે મોબાઈલની બેટરી પણ બચાવી શકાય છે.

3D ટચ એક્શન

આ ફીચર માત્ર આઈફોનનો વપરાશ કરતા લોકો માટે છે. આ ફીચરની મદદથી બીજાને જાણ ન થાય તેમ તેમનુ સ્ટેટસ જોઈ શકો છો. પરંતુ અત્યારે બીટા વપરાશ કર્તા માટે છે.

પ્રાઈવેટ રિપ્લાય

આ ફીચરનો ઉપયોગ કેટલાય દિવસથી કરવામાં આવી રહ્યો છે. આ ફીચરને થોડા જ સમયમાં IOSમાં આપી દેવામાં આવશે. આ ફીચરની મદદથી કોઈપણ ગ્રુપમાં ખાનગીમાં કોઈને પણ રિપ્લાય આપી શકો છો.

ઓડિયો પિકર

આ ફીચરની મદદથી ફોનમાં રહેલા તમામ ગીતો એપમાં આવી જશે. ઉપરાંત એક સાથે 30 ઓડિયો ફાઈલો મોકલી શકાય છે.

Surat Fire: Large number of people rush to SMIMER hospital to donate blood- Tv9

FB Comments

jignesh.k.patel

Read Previous

ગુજરાતની કંપનીએ 13 જેટલાં શહીદોના પરિવારજનોના હસ્તે શૉ-રુમનું ઉદ્ઘાટન કરાવ્યું, કહ્યું ‘શહીદોના પરીવારજનોને નોકરીમાં પણ પ્રાથમિકતા આપીશું’

Read Next

ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, લંડનની કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

WhatsApp chat