ભગવાન હેરાન Google પરેશાન! Googleથી પણ વધારે ઝડપી નીકળ્યાં 19થી 26 વર્ષનાં 5 છોકરાઓ, Google મેપની મદદથી 11 મંદિરમાં કરી ચોરી

ટેક્નોલોજીએ બધા માટે સરળતા લાવી દીધી એમ કહેવામાં કંઈ ખોટું નથી. દેશમાં ચોર પોતાની ચોરી કરવામાં ગૂગલ મેપનો ઉપયોગ કરીને લાખોની ચોરી સરળતાથી કરી લે છે તે તાજેતરમાં તેનું ઉદાહરણ છે.

પ્રતિકાત્મક તસવીર

ઘણીબધી ખબરો આવી રહી છે આધાર કાર્ડની મદદથી પણ હેકર્સ ખાતામાંથી પૈસા ઉડાવી લેતા હોય છે. કર્ણાટક રાજ્યમાં ઘટનામાં પોલીસે એવા 5 ચોરને ઝડપી પાડ્યા છે જે પોતાનો આખો પ્લાન ગૂગલ મેપના માધ્યમથી બનાવતાં.

એસપી ધર્મેન્દ્ર મીના

 

ગૂગલ મેપના માધ્યમોથી મંદિરમાં ક્યો રસ્તો જાય છે અને ચોરી કર્યા બાદ ક્યાં રસ્તેથી સરળતાથી નિકળી શકાશે તેનું અધ્યનન આ ચોર દ્વારા ચોરી કરતાં પહેલાં કરવામાં આવ્યું હતું. એક મંદિર નહીં પણ આ તરકીબથી ચોરોએ 11  મંદિરની લાખો રુપિયાની સંપત્તિ લૂંટી લીધી હતી. આ ચોરો મંદિરના દરવાજાથી માંડીને પ્રાંગણ અને તેની આજુબાજુ કોણ રહે છે તેની માહિતી ગૂગલ મેપના માધ્યમથી સ્કેન કરી લીધી હતી. જેથી સરળતાથી મંદિરમાં ધાડ પાડીને જલદીથી ચોરીનું કામ પતાવી શકાય.

તે વિસ્તારના પોલીસ સુપ્રિટેન્ડેટ ધર્મેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું કે ચોરો એટલા હોંશિયાર છે કે તેણે મંદિર અને તેની આજુબાજુના રહેનારા લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા હતાં. વધુમાં પોલીસે જણાવ્યું કે પૂજાના સામાનની સાથે આ ચોરોએ ચંદનની લાકડીઓ પણ ચોરી હતી. આ હોંશિયાર ચોરોને પકડવા માટે પોલીસે પણ તેમની જ ટેક્નિક અપનાવી પડી અને ટેક્નોલોજીના માધ્ચમથી જ પોલીસે આ ચોરને ઝડપી લીધા.

[yop_poll id=944]

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

રોડ-રસ્તા બાદ હવે 1 ફેબ્રુઆરીથી પાણીમાં પણ શરૂ થઈ રહી છે Uber સર્વિસ, જાણો કેટલું હશે ભાડું અને ક્યાં મળશે આ સેવા

Read Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલ 1900 વસ્તુઓ તમે પણ ખરીદી શકશો, જાણો ક્યાં અને કેવી રીતે ?

WhatsApp chat