સુરતના 50 હજાર વિદ્યાર્થીઓને શાળામાં મળશે વોટર બ્રેક, જાણો નવા અભિયાન વિશે

તસવીર પ્રતીકાત્મક છે.
વ્યક્તિના શરીરમાં 60% થી વધુ પાણી હોવું જોઈએ અને મોટે ભાગે બાળકો શાળાએ જાય ત્યારે વોટર બેગ લઇ જાય છે. પરંતુ એમાંથી તેઓ કેટલું પાણી પીવે છે? તેના પર ક્યારેય તમે ધ્યાન આપ્યું છે?  ઘણીવાર વિદ્યાર્થીઓ અભ્યાસની વ્યસ્તતા કે રમવામાં વ્યસ્ત રહેવાના કારણે પાણીની આખેઆખી બોટલ ઘરે પાછી લઈ આવતા હોય છે. ત્યારે હવે સુરતની શાળાઓએ શરૂ કર્યું છે વોટર બ્રેક અભિયાન.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બાળકોના ઘડતર માટે પાણી ખુબ જ અનિવાર્ય છે. બાળક શાળામાં પાંચ કલાક રહે છે પણ અભ્યાસના કલાકો દરમ્યાન તે શાળામાં જે વોટર બોટલ લઈ જાય છે તેના માટે એટલું ગંભીર હોતું નથી. ક્યારેક અભ્યાસની વ્યસ્તતા તો ક્યારેક શિક્ષકની પરવાનગી નહિ મળતા તે પાણી પીવાનું પણ ભૂલી જાય છે.  જેના કારણે તેને ડીહાઇડ્રેશન કે અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે સુરતના સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાની 50 શાળાઓના 50000 વિદ્યાર્થીઓ જોડાયા છે. ગુજરાતની કોઈ પણ શાળાઓ અભિયાનમાં જોડાઈ શકે છે તે રીતે આ અભિયાન દરેક શાળા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા બાળકો નિયમિત અંતરાલે પાણી પીશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

જિલ્લાની તમામ શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવવા અપીલ સમર્થન ગ્રુપે કરી છે. આ અભિયાન માટે સમર્થન ગ્રુપે એક્સપર્ટ ડોકટર્સની પેનલ પાસે સેન્સ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર વિષયે સેન્સ મેળવ્યો છે. આ અભિયાન અંતર્ગત બાળકોને દર બે તાસ પુરા થયા પછી ટીચર ક્લાસમાં આવશે અને બાળકોને પાણી પીવાનું યાદ કરાવશે અને પાણી પીવા માટે સમય આપશે. કોઈ પણ શાળા સરળતાથી અભિયાનમાં જોડાઈ શકે છે હાલ આ અભિયાન 50થી વધુ શાળાઓના 50 હજાર થી વધુ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતના લીંબાયત વિસ્તારમાં યુવકની છરી મારીને હત્યા, સમગ્ર ઘટનાના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

આગામી દિવસોમાં આ વોટર બ્રેક અભિયાનને ગુજરાતની તમામ શાળાઓ સુધી લઈ જવાનો ધ્યેય તેઓ રાખી રહ્યા છે. જેથી ભવિષ્યમાં શિક્ષણમંત્રીને પણ વોટર બ્રેક અભિયાન તમામ શાળાઓમાં શરૂ કરવા એક અપીલ કરવામાં આવશે.
FB Comments