100 દિવસમાં શરૂ થશે 5G નેટવર્કનું ટ્રાયલ, દેશભરમાં 5 લાખ WiFi-હોટસ્પોટ બનાવવાની યોજના

નવી પેઢીના નેટવર્ક 5જીનું ટેસ્ટિંગ ઘણાં દેશોમાં ચાલુ રહ્યું છે. થોડા મહિના પહેલા જ સેમસંગે તેમનો પહેલો 5જી સ્માર્ટફોન સાઉથ કોરિયામાં લોન્ચ કર્યો હતો. ત્યારે સેમસંગ સિવાય ચિપસેટ નિર્માતા કંપની ક્વોલકોમ અને હુવાવે જેવી કંપનીઓ પણ 5જીને લઈને કામ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે ચીને દેશમાં 5જી નેટવર્કને વ્યવસાયિક ઉપયોગ માટે લઈને લીલી ઝંડી આપી દીધી છે. ચીનના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે (MIIT) વ્યવસાયિક ઉપયોગ માટે 5જી લાઈસન્સને મંજૂરી આપી દીધી છે. હાલમાં 5જીનું લાઈસન્સ ચાઈના ટેલીકોમ, ચાઈના મોબાઈલ, ચાઈના યૂનિકોમ અને ચાઈના રેડિયો એન્ડ ટેલિવિઝનને જ મળ્યું છે.

 

READ  જૂનાગઢઃ રેલ્વે ગરનાળામાં સ્કૂલ બસ સાથે 30 વિદ્યાર્થીઓ ફસાયા, જુઓ VIDEO

ભારતમાં 100 દિવસની અંદર શરૂ થશે 5જી નેટવર્કનું ટ્રાયલ તાજેત્તરમાં જ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શપથ ગ્રહણ કર્યા પછી કહ્યું કે અમારૂ પ્રથમ લક્ષ્ય 100 દિવસની અંદર દેશમાં 5જી નેટવર્કના ટ્રાયલ શરૂ કરવાનું છે. તેમને કહ્યું કે સરકાર આ વર્ષે 5જી સ્પેક્ટ્રમની હરાજી કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: વિશ્વ કપમાં પ્રથમ જીત પછી વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર, લાગ્યો દંડ!

સાથે જ ઘણી રેડિયો ફ્રિક્વન્સીની પણ હરાજી કરવામાં આવશે. ટ્રાઈએ પણ 5જી સહિત લગભગ 8644 મેગાહર્ટઝ ટેલીકોમ ફ્રિકવન્સીની હરાજીની ભલામણ કરી હતી. તેનાથી લગભગ 5 લાખ કરોડ રૂપિયા મળવાની શક્યતા છે. તે સિવાય દેશભરમાં 5 લાખ WiFi-હોટસ્પોટ બનાવવાની યોજના પર પણ ઝડપથી કામ કરવામાં આવશે.

READ  VIDEO: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર

 

Stage collapse during a political rally in Sagar, Ex-HM of Madhya Pradesh falls down | Tv9

FB Comments