5G ભારતમાં ક્યારે લોંચ થશે? રવિશંકર પ્રસાદે સૂચના અને પ્રસારણ મંત્રાલયનો ચાર્જ સંભાળીને કરી આ મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રી રવિશંકરે સંચાર મંત્રાલયનો ભાર સંભાળ્યા કહ્યું કે 5Gને લઈને આ વર્ષે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 5G સ્પેક્ટ્રમનું ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

રવિશંકર પ્રસાદે મંત્રાલયની વિવિધ પ્રાથમિકતાઓ ગણાવીને કહ્યું કે બીએસએનએલ અને એમટીએનએલનું નવીનીકરણ કરવામાં આવશે. 5Gને લઈને સૌથી મોટા સમાચાર આપીને રવિશંકર પ્રસાદે કહ્યું કે 5G સ્પેક્ટ્રમની હરાજી પણ આ વર્ષે કરી દેવાશે. તેમણે આગળના 100 દિવસનો જે એજન્ડા બનાવ્યો છે તેમાં 5Gના ટેસ્ટિંગને પણ સામેલ કર્યું છે.

 

 

READ  મોદી સરકારના હાથે લાગ્યા 2 સરકારી આધિકારી, જેમણે કાશ્મીરમાં પ્રતિબંધ હોવા છતા હુરિયતને ચોરીથી આપી હતી ઇન્ટરનેટ સેવા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રાઈ દ્વારા 8644 મેગાહર્ટઝ ફિકવન્સીની હરાજીની વાત કરાઈ છે અને તેમાં 5G સર્વિસ પણ સામેલ છે. આ માટેની આધાર રાશિ 4.9 લાખ કરોડ રુપિયા છે. જો કે આર્થિક રીતે સંકડામણ અનુભવી રહેલી ટેલિકોમ કંપનીઓને આ રકમ ખાસ્સી વધારે લાગી રહી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે 100 દિવસમાં 5Gનું પરીક્ષણ પુરુ કરી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે 5G ટેક્નોલોજીનો ઉદ્દેશ્ય વંચિત તબક્કાઓ, સામાજિક ઉદ્દેશ્ય, શિક્ષા અને સ્વાસ્થ્ય તેમજ ગામડાઓના લોકો સુધી ટેક્નોલોજી પહોંચાડવાનો રહેશે.

READ  વડોદરા : મંગળ બજારમાં આવેલા મુનશીના ખાંચામાં આગ લાગતાં અફડા-તફડી, 2ના મોત : જુઓ વીડિયો

આ પણ વાંચો:  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

આમ જે રીતે પોતાનો પદભાર સંભાળીને રવિશંકર પ્રસાદે જાહેરાત કરી છે કે તે મુજબ ભારતમાં 5G ક્નેકશન વહેલી તકે આવી શકે છે. જેના લીધે ઈન્ટરનેટ સ્પીડ અને અન્ય કામોને વેગ મળી શકે છે. સૌથી વધારે આ બાબતે તકરાર ટેલિકોમ કંપનીઓ અને સરકાર વચ્ચે છે કે કારણ કે 5Gને લઈને સરકાર જે મૂલ્ય આંકી રહી છે તે મૂલ્ય ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદવા માટે ચૂકવવાનું રહેશે. હાલ આધાર મૂલ્ય જે સરકાર દ્વારા નક્કી કરાયું છે તેને ટેલિકોમ કંપનીઓ વધારે આંકી રહી છે.  આમ ભારતમાં જો 100 દિવસમાં ટેસ્ટિંગ કરી દેવાઈ તો 2020ના વર્ષમાં 5G સેવા શરુ થઈ શકે છે.

READ  VIDEO: 'વાયુ' વાવાઝોડાની અસરના લીધે પોરબંદરના દરિયાકાંઠે મહાદેવનું 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી

 

Bhuj Swaminarayn Sadhu's controversial remark over menstruation; Devotees assemble in his support

FB Comments