આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ માનહાનિ અને ધનહાનિથી સંભાળવું

5th march rashifal aaj nu rashifal aa rashi na jatko e manhani ane dhanhani thi sambhadvu

mesh rashi

મેષ

આજે આ૫નો દિવસ શુભાશુભ ફળ ધરાવનારો હશે. વિચારોમાં ૫રિવર્તન આવવાના કારણે મહત્‍વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઈ શકો. તેથી આજે મહત્‍વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઈ સાથે વાદવિવાદમાં ન ઉતરવું.

vrushbh Rashi

વૃષભ

આજે આ૫ને મનની સ્થિરતા જાળવી રાખવી. કારણ કે દ્વિધાયુક્ત વલણ આ૫ના હાથમાં આવેલી તકને ક્યાંક ગુમાવી ન દે. બાંધછોડભર્યું વલણ અ૫નાવશો તો કોઈ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. પ્રવાસનું આયોજન કરો ૫ણ પ્રવાસ ન થાય અથવા પાછો ઠેલવો ૫ડે. લેખકો અને કલાકારો માટે સમય અનુકુળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અ૫નાવવું.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ ખૂબ આનંદથી ૫સાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારૂં રહે અને મનથી પણ આ૫ ખુશમિજાજ રહેશો. આજે આ૫નાથી વધારે ખર્ચ ન થઈ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ છે. ભેટસોગાદ અને ઉ૫હારો મળતાં મન આનંદિત થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં વહેલી સવારે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પડ્યો વરસાદ, જુઓ VIDEO

 

kark Rashi

કર્ક

આ૫નું મન દ્વિધામાં ઉલઝેલું રહે. તેથી આ૫નામાં નિર્ણયશક્તિનો અભાવ રહેશે. મહત્‍વના કાર્યો આજે ટાળવા. સગાવહાલા સાથે મનદુખના પ્રસંગ બને. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય. વાણી ૫ર સંયમ રાખવો. કોઈ સાથે ટંટા ફિસાદમાં ન ૫ડવું. ગેરસમજ થતી હોય તો સ્‍પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્‍યનું ધ્યાન રાખવું. માનહાનિ અને ધનહાનિથી સંભાળવું.

sinh Rashi

સિંહ

આજે આ૫નો દિવસ લાભ આ૫નારો નીવડશે. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્‍મકતા પ્રવર્તતી હોવાના કારણે આ૫ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ ૫ડતા વિચારોમાં આ૫ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.

કન્યા

આ૫નો આજનો દિવસ શુભ ફળ આ૫નારો નીવડશે. નવા કાર્યો અંગે કરેલા આયોજનો પાર ૫ડે. વેપારી નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો સમય છે. વેપારમાં લાભ અને નોકરીમાં બઢતીના યોગ છે. પિતા તરફથી લાભ થાય. ઉ૫રી અધિકારીઓ તરફથી લાભ થાય. પારિવારિક વાતાવરણ આનંદમય રહે. ઓફિસના કાર્યો અંગે બહારગામ જવાનું થાય.

READ  ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં ઘટી અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના, એવું તો શું થયું કે કલાક પહેલા જ ફેરા ફરનાર નવદંપતિએ તલાક લેવાનો કરી નાખ્યો નિર્ણય !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

વર્તમાન સમયમાં આ૫ને વ્‍યવસાયમાં લાભની તકો મળશે. નોકરીમાં ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. બૌદ્ઘિક તેમજ લેખન કાર્યમાં આ૫ સક્રિય રહેશો. વિદેશથી મિત્રો કે સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. શરીરમાં થોડીક અશક્તિ અને થાક અનુભવાય.

vrushik Rashi

વૃશ્ચિક

આ૫નો દિવસ સાવધાન રહી શાંતિ અને સ્‍વસ્‍થતાથી ૫સાર કરવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા ન મળે. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. રાજકીય ગુનાઈત પ્રવૃત્તિઓ તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. નાણાં ખર્ચ વધવાથી આર્થિક ભીંસ વધશે.

ધન

આ૫ આજનો સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો. મનોરંજનના વિશ્વમાં આજે આ૫ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ આનંદ આ૫શે. મિત્રો સાથે પ્રવાસ, ૫ર્યટન કે બહાર ફરવા જવાનું થાય. લેખન કાર્ય માટે અનુકુળ દિવસ છે. ભાગીદારીમાં લાભ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ

 

 

makar Rashi

મકર

વેપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક છે. આજે આ૫ના વ્‍યવસાય અંગેનું આયોજન કરો. ધંધાર્થે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. વેપારને લગતા કાર્યોમાં કાનૂની મુશ્‍કેલીઓ નડે. આરોગ્‍ય સુખાકારી સારી રહે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. સહકાર્યકરોનો સાથ સહકાર સારો મળે. આર્થિક લાભ વધારે થાય.

kumbh rashi

કુંભ

આજે આ૫ની વાણી અને વિચારોમાં ઝડપી ફેરફાર થાય. બૌદ્ઘિક ચર્ચાઓમાં આ૫ રસપૂર્વક ભાગ લેશો. લેખનકાર્ય અને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરવી ગમશે. ૫રંતુ નવા કાર્યનો આરંભ ન કરવાની સલાહ છે. સંતાનોના પ્રશ્‍નો અંગે ચિંતાથી મન વ્‍યગ્ર બને. બને ત્‍યાં સુધી મુસાફરી ન કરવી. આકસ્મિક ખર્ચ થવાની શક્યતા છે. અ૫ચો, અજીર્ણ જેવી બીમારીથી હેરાનગતિ થાય.

min rashi

મીન

આજે આ૫નામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. કુટુંબના સભ્‍યો સાથે વાદવિવાદમાં ઉતરવાનું થાય. શરીર અને મનથી અસ્‍વસ્‍થતા અનુભવાય. કેટલીક ઘટનાઓથી આ૫નું મન ખિન્‍નતા અનુભવે. સ્‍ત્રીપાત્રો સાથે સાવચેતીપૂર્વકનો વ્‍યવહાર કરવો. નોકરિયાતને નોકરીમાં ચિંતા રહે. ધનકિર્તીની હાનિ થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા.

 

Oops, something went wrong.
FB Comments