મહારાષ્ટ્ર: ભારતીય સેનાના સૌથી મોટા હથિયાર ડેપોમાં વિસ્ફોટ ઘણાં લોકોના મોત

Vardha Tv9
વર્ધામાં વિસ્ફોટ

મંગળવારની વહેલી સવારે મહારાષ્ટ્રના વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં જબરદસ્ત વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટ જૂના અને નકામાં વિસ્ફોટકોને નષ્ટ કરવા દરમિયાન થયો છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સવારની શિફ્ટમાં કામ કરી રહેલાં 40 જેટલાં લોકો ત્યાં હાજર હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, રાઇરિંગ રેન્જમાં એક્સપ્લોસિવ ફાટ્યું હતું. જેના કારણે હથિયાર ફેક્ટરીમાં કામ કરતા ત્રણ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. મહારાષ્ટ્ર પોલીસ અનુસાર, ચાર લોકોના મોત નિપજ્યા છે, જેમાં ત્રણ ગ્રામજનો છે જ્યારે એક ફેક્ટરીમાં કામ કરનાર અધિકારી છે.

READ  Video:વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો અમદાવાદના વાતાવરણની તાજા ખબર

બ્લાસ્ટ મંગળવારે સવારે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો (સીએડી)માં થયો જે વર્ધાના સોનેગામમાં આવેલું છે. સોનેગામ વર્ધા શહેરથી 18 કિમી દૂર છે. અહીં જિલ્લા અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો સૈન્ય ક્ષેત્રમાં છે અને હથિયાર ડેપોમાં તે સૌથી મોટો માનવામાં આવે છે.

READ  પી.ચિદમ્બરમ પછી આ કદાવર નેતા પર પણ લટકતી તલવાર, 1000 કરોડના કૌભાંડમાં FIR દાખલ કરવાનો આદેશ

નાગપુરથી 115 કિમી દૂર વર્ધામાં વિસ્ફોટ થયો છે. વર્ધાએ એશિયાનો સૌથી મોટો હથિયાર ડેપો છે. જે 7 હજાર એકર વિસ્તારમાં સેનાનો ડેપો ફેલાયેલો છે. સેનાનો સૌથી મોટો સ્ટોક અહીં રહેલો છે.

બે સેના અધિકારીઓ અને 2 મજૂરોના મોત થયા છે.

[yop_poll id=”52″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ whtsapp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments