વજન ઘટાડવું હોય તો ભૂલથી પણ ન કરો આ 6 કામ, વજન ઘટવાના બદલે વધી જશે

જો તમે વજન ઘટાડવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ માહિતી તમારા માટે છે. વજન ઘટાડવા લોકો ખાવા પીવાનું છોડી દેતા હોય છે અને સ્ટ્રિક્ટ ડાયટ પણ ફૉલો કરતા હોય છે.

એટલે સુધી કે કલાકો સુધી કસરત કર્યા કરે. પરંતુ આ બધામાં જ તમે ના કરવાની 6 ભૂલો કરી બેસો છે. આવો, જાણીએ એ 6 ભૂલો વિશે અને કેવી રીતે બચશો તેનાથી.

સપ્લિમેન્ટ્સ અને દવાઓ લેવી

ઘણાં લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સપ્લિમેન્ટ્સમાં ફસાઈ જાય છે અને વિચારે છે કે તેનાથી જલ્દી ફાયદો થશે. પરંતું સપ્લિમેન્ટ્સના કારણે શરીરને જે નુક્સાન થાય છે તેના પર ધ્યાન નથી આપતા. માન્યું કે કેટલીક દવાઓ અને સપ્લિમેન્ટ્સ વજન ઓછું કરતા હોય તેવું લાગે પણ તેની અસર ઓછા સમય સુધી હોય છે અને પછીથી તો તે શરૂર ફૂલાવી દે છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જામીનગીરી કે કોર્ટ કચેરીના મામલામાં ન પડવું

બ્રેકફાસ્ટ ન કરવો

વજન ઓછું કરવું હોય તો લોકો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો નથી કરતા. ઘણાં લોકો તો બસ ચા કે પાણી પીને જ આ સમય પસાર કરે છે. એમ કરવું બિલકુલ ખોટું છે. આપણા શરૂરમાં બ્લડ ગ્લૂકોઝ અને મેટાબૉલિઝમને જાળવી રાખવા ખાવાની જરૂર હોય છે. એટલે જો તમારે સવારનો નાસ્તો મિસ કરો છો તો તેનાથી શરીરને નુકસાન થાય છે.

 

READ  વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

ભૂખ્યા રહેવું

વજન ઘટાડવું હોય તો ભૂલથી પણ પોતાને ભૂખ્યા ન રાખો. વજન ઓછું કરવા માટે ઘણાં લોકો ભૂખ્યા રહે છે અને વિચારે છે કે આમ કરવાથી વજન ઘટી જશે. તેનાથી વજનની તો ખબર નહીં પરંતુ શરીરમાં રોગપ્રતિરોધક ક્ષમતા જરૂર ઓછી થઈ જશે જેની તમારી ફિટનેસ પર સીધી અસર પડશે.

કસરત

ફિટ બૉડી અને વજન કાબુમાં રાખવા માટે કસરત એક યોગ્ય વિકલ્પ છે પરંતુ એવી કસરત કરવાથી બચો જે તમારા શરીરને નુક્સાન પહોંચાડે. અને એકસાથે એટલી બધી કસરત પણ ન કરો કે તમને તે દરમિયાન કોઈ નુક્સાન પહોંચે.

READ  લોકસભા ચૂંટણી-2019: ભારતના 90 કરોડ મતદાર નક્કી કરશે રાજકીય પક્ષોનું ભાવિ, જાણો ગુજરાતમાં કેટલાં મતદારો છે?

જંક ફૂડ

જો તમે વજન ઘટાડવા માગો છો તો જંક ફૂડ અને કોઈ પણ પ્રકારનું તળેલો ખોરાક ન ખાઓ. જંક ફૂડને જોઈને સૌના મનમાં લાલચ આવે છે પરંતુ તે ના તો સ્વાસ્થ્ય માટે સારું છે કે ન તો વજન ઓછું કરે છે.

માર્કેટમાં મળતાં ઠંડા પીણાં

માર્કેટમાં મળતા કોલ્ડડ્રિંક્સ વજન ઘટાડવાની જગ્યાએ વધારે છે. તેની જગ્યાએ તમે છાશ, સૂપ કે જ્યુસ પીવાની આદત પાડો.

[yop_poll id=1035]

Malaria breaks out in Surat, residents allege SMC's inaction | Tv9GujaratiNews

FB Comments