VIDEO: સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સીલ કરવામાં આવી

સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્રારા સીલ કરવામાં આવી છે. શાળાને સીલ કરતા, શૈક્ષણિક કાર્ય ઉપર અસર જોવા મળી હતી. શાળા ઉપરાંત 3 કોમર્શીયલ બિલ્ડીગ અને દુકાનોને પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવ્યા છે.

સુરતમાં ફાયર વિભાગની કાર્યવાહી દિન પ્રતિદિન કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા રાત્રીના સમયે મોટાભાગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેવામાં ગત રાત્રીના સમયે ફાયર વિભાગ દ્વારા ચોક બજાર વિસ્તારમાં આવેલી સર જે જે સ્કૂલને સીલ મારવામાં આવ્યું, તે ઉપરાંત શહેરની બીજી 5 સ્કૂલોને પણ ફાયરના સાધનો ના હોવાને લઈને સીલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં વાત કરવામાં આવે તો ચોક બજાર વિસ્તારમાં આવેલી સર જે જે સ્કૂલ, સિંગાપોર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય, વેડ રોડ પર આવેલી મારુતિ વિદ્યલાય, લોક ભરતી સ્કૂલ,અને ડુમસ રોડ પર આવેલી સી વી ભંડારી સ્કૂલોમાં સીલ માર્યા છે. સીલ મારતા જ બાળકોને ભારે હાલાકી ભોગવી પડી હતી ઉપરાંત 3 કોમર્શીયલ બિલ્ડીંગને અને કેટલીક દુકાનો ને સીલ કરી છે.

READ  નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments