7 ફૂટ લાંબા મગરે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક બંધ કરાવ્યો

દિલ્હી મુંબઈને જોડતી રેલવે લાઈન ઉપર ચાવજ નજીક રાત્રે 2.30 વાગ્યાની આસપાસ 7 ફુટ લાંબો મગર નજરે પડતા વનવિભાગ અને રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. 1 કલાકની ભારે જહેમત બાદ તંત્રએ 130 કિલોના મગરને ઝડપી પાડી અને 2 કિલોમીટર ટીંગાટોળી કરી પાંજરે પૂર્યો હતો. જેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.

રાત્રે 2.30 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર આર્મી ટ્રેનના ચાલકને મોટો મગર નજરે પડતા ટ્રેન થોભાવી સાવચેતી સાથે મગરને ટ્રેકથી દૂર ખસેડી ઘટનાની જાણ સ્ટેશન માસ્તરને કરવામાં આવી હતી. રેલવે પોલીસ અને ફોરેસ્ટ વિભાગને ટ્રેક ઉપર બેઠેલા મહાકાય મગરની માહિતી અપાતા DFO રાજ પટેલ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માની આગેવાનીમાં ટીમ ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ કોર્પોરેશનમાં દીવા તળે અંધારૂ જેવો ઘાટ, વર્ચ્યુઅલ સભામાં થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઈઝનો ભંગ

માત્ર ટોર્ચના સહારે રેસ્ક્યુ ઓપરેશન તંત્ર માટે પણ પડકાર હતો. ટીમે મગરની આંખ ઉપર કપડું ઢાંકી તેને શાંત કર્યા બાદ ઝડપી લીધો હતો. 7 ફુટ લાંબા અને 130 કિલો વજનના મગરને ઝડપી પડયો હતો. દુર્ગમ વિસ્તાર હોવાથી મગરને 2 કિલોમીટર સુધી ટીંગાટોળી કરી માર્ગ સુધી લઈ ગયા બાદ પાંજરે પુરવામાં આવ્યો હતો.

READ  ભારતીય રેલવેએ શ્રમિકોને આપી રાહત, 1 જૂનથી શરૂ થશે 200 નોન એસી ટ્રેન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મામલે DFO રાજ પટેલે જણાવ્યું હતું કે ફ્લડ કંટ્રોલને રેલવે દ્વારા માહિતી મળતા ટીમ રવાના થઈ હતી. મગરને ઘણી ઈજાઓ પણ છે. જેની સર્જરી કરવામાં આવી છે. કેનાલ મારફતે મગર આ વિસ્તારમાં આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને ઓબ્ઝર્વેશન બાદ સલામત સ્થળે મુક્ત કરશે.

READ  ઇન્ડોનેશિયાની ગુફાની જેમ સલામત નિકળી શકશે મેઘાલયની ખાણમાં ફસાયેલા મજૂરો ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments