વડતાલ ધામમાં પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રામાણિક પ્રયાસ

સ્વામિનારાયણ ભગવાનનું સર્વોચ્ચ તીર્થ એટલે વડતાલ ધામ. વડતાલ ધામમાં જુદા જુદા પ્રસંગો નિમિત્તે ભગવાનને જુદા જુદા પ્રકારના અભિષેક કરવામાં આવતા હોય છે પણ વડતાલમાં ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની છે કે ભગવાનને ચિત્રકારો દ્વારા જળ રંગોનો અભિષેક કરવામાં આવ્યો છે.

છેલ્લા ચાર દિવસથી વડતાલ મંદિરના જુદા જુદા સ્થળો પર ભારતભરમાંથી આવેલા ૭૦ ચિત્રકારો દ્વારા વડતાલના જુદા જુદા સ્થળો પર પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેના ફળ સ્વરૂપે ચિત્રકારો દ્વારા જુદા જુદા પ્રકારના વડતાલ ધામના જળ ચિત્રો કૅનવાસ પર કંડારવામાં આવ્યા છે. જેમાં વડતાલ મંદિર ,પરિસર,  જળાશયો, ગામ વગેરેના ૩૬૫ જેટલા જળ ચિત્રો તેયાર કરાયા.

READ  જાણો ભારતમાં કેમ 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે મનાવવામાં આવે છે બાળ દિવસ!

વડતાલ ધામનો કલાવારસો અને સત્સંગ વૈભવ સમગ્ર વિશ્વમાં અજોડ છે. પણ સપ્તરંગી કલાસાધકો દ્વારા ભક્તિનો આઠમો રંગ ઉમેરી વડતાલના પ્રસાદીના સ્થાનકો, વડતાલનું મંદિર અને વડતાલની પવિત્ર ગલીઓને એક નવાજ રૂપરંગ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવને ચરણે ધર્યાનું મંદિર પ્રવક્તાએ જણાવ્યું.

દેશના ૭૦ જેટલા કલાસાધકોએ વડતાલના દેવોને જળ રંગોનો અભિષેક કરી ફાગણ પહેલાજ ઉજવણી કરી છે રંગ ભીના રંગોત્સવની. ૭૦ ચિત્રકારો દ્વારા ૩૩૦૦ કલાકોની મહેનત બાદ પીંછીથી પરમેશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના કલાકારોને અજોડ સફળતા પણ મળી છે. ત્યારે આગામી દિવસોમાં વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા આ ચિત્રોનો ઉપયોગ કરી ભાવિ ભક્તોએ વડતાલ વિશે વધુ જાણવા અને જોવા મળે તે પ્રકારના ગ્રંથ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવશે.

READ  VIDEO: કચ્છમાં વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ, આસપાસના વિસ્તારોમાં BSFએ સઘન કોમ્બિંગ શરૂ કર્યુ

ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી ચૈતન્યવત બનેલી પ્રસાદીની ભૂમિ વડતાલધામમાં બિરાજતા ભગવાન લક્ષ્મીનારાયણદેવ તથા ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ તથા મુખ્ય કોઠારી પરમ પૂજ્ય શાસ્ત્રીજી ઘનશ્યામપ્રકાશદાસજી અને ચેરમેન પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજીના માર્ગદર્શનથી વડતાલની જે પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ રંગે રમ્યા હતાં.  તે રંગોમાં પીંછી ઝબોળી કલા પ્રતિષ્ઠાનના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ અને પ્રસિદ્ધિ પામેલા સમગ્ર રાષ્ટ્રના 70 કલા સાધકો દ્વારા મેઘધનુષ્યમાં આઠમો ભક્તિનો રંગ ઉમેરવાનો પ્રમાણિક પ્રયત્ન એટલે “પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રયત્ન.”

READ  'I condemn the way PAAS protested last night' says Cong's Ashok Gehlot - Tv9 Gujarati

[yop_poll id=1784]

Oops, something went wrong.

FB Comments