વેચાઈ ગયો 70 વર્ષ જુનો કપૂર પરિવારનો સ્ટુડિયો, ખરીદ્યો આ કંપનીએ

ગોદરેજ પ્રોપર્ટીજ કંપનીએ મુંબઈના ચેમ્બૂરમાં આવેલા આર.કે. સ્ટુડિયોની જમીન ખરીદવાની જાહેરાત કરી છે.

કંપનીએ કહ્યું કે 2.20 એકરમાં ફેલાયેલી આ યોજનામાં લગભગ 33 હજાર વર્ગમીટરમાં આધુનિક એપાર્ટમેન્ટ બનાવશે. કંપનીએ કેટલી રકમમાં આ સ્ટુડિયો ખરીદ્યો તેની જાણકારી આપી નથી.

 

કંપનીના કાર્યકારી ચેરમેન ફિરોજશાહ ગોદરેજે કહ્યું કે કંપનીએ ચેમ્બુર સ્થિત આ સ્ટુડિયોને તેમના પોર્ટફોલિયામાં સામેલ કર્યો છે. રણધીર કપૂરે કહ્યું કે ચેમ્બુર સ્થિત આ સંપતિ મારા પરિવાર માટ ખુબ મહત્વપૂર્ણ રહી છે. કારણ કે આ જગ્યા પર ઘણાં દાયકા સુધી આર.કે.સ્ટુડિયોનું સંચાલન થયું છે. અમે આ સંપતિની નવી કહાની લખવા માટે ગોદરેજને પસંદ કરી છે.

READ  શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પોતાના દાદા સિવાય ક્યાં બોલિવૂડ સ્ટારને કહે છે 'દાદા'

 

Top Metro Headlines: 16-09-2019 | Tv9GujaratiNews

FB Comments