72 કલાકમાં 300 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો આ જાંબાઝે, તેના નામ પહેલા નથી લગાવાતું સ્વર્ગસ્થ, શહાદત બાદ પણ અપાયા પ્રમોશન : જાણો કોણ હતો એ ‘બાહુબલી’, જુઓ VIDEO

વર્ષ 1962ના ભારત-ચન યુદ્ધમાં 72 કલાક સુધી એકલા હાથે ચીની સૈનિકો સામે બાથ ભીડનાર મહાવીર ચક્ર સન્માનિત જસવંતસિંહ રાવતની બાયોપિક શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

ગઢવાલ રાઇફલના વીર જાંબાજોમાંના એક જસવંત સિંહની વીરતા યાદ કરી આજે પણ આ રેજીમેંટના જવાનોની છાતી ગૌરવથી પહોળી થઈ જાય છે. સેનાએ સિંહની શહાદત બાદ પણ તેમને ઘણા પ્રમોશન આપ્યાં.

72 HOURS નામની આ ફિલ્મમાં જસવંત સિંહના 72 કલાકના સંઘર્ષને દર્શાવવામાં આવ્યું છે. થોડાક દિવસ પહેલા જ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય સેનાની જાંબાઝી દર્શાવતી ફિલ્મ ઉરી રિલીઝ થઈ હતી. હવે 72 HOURS ફિલ્મનું લેખન, દિગ્દર્શન અને મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી છે અવિનાશ ધ્યાનીએ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

72 કલાકમાં 300 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો

ઉત્તરાખંડ સ્થિત બીરોખાલ બ્લૉકના બાડિયૂ ગામના નિવાસી જસવંત સિંહની શહાદતને ભલે પચાસ વર્ષ કરતા વધુનો સમય પસાર થઈ ચુક્યો હોય, પણ સૈનિકોને આજે પણ વિશ્વાસ છે કે આ રણબાંકુરેાનો આત્મા આજે પણ સરહદની સલામતી માટે મુસ્તેદ છે. સેનામાં માન્યતા છે કે જસવંત સિંહની શહીદી બાદ પણ તેમનો આત્મા પહેરા-ચોકીમાં લાગેલો છે. જસવંત સિંહનો જન્મ 19 ઑગસ્ટ, 1941ના રોજ થયો હતો.

READ  ભાજપે ક્યારેય રામ મંદિર મુદ્દે રાજનીતિ કરી નથી: સાક્ષી મહારાજ

આ પણ વાંચો : ‘અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા…’ : કાસ્ટિંગ કાઉચના આરોપમાંથી બચી ગયા ટી સિરીઝના માલિકો

વાત છે છે 17 નવેમ્બર, 1962ની કે જ્યારે ભારત-ચીન યુદ્ધ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ હતું. જસવંત સિંહે અરુણાચલ પ્રદેશના નૂરાનાંગમાં ચીની સૈનિકો સામે એકલા હાથે બાથ ભીડતા એકલા હાથે 300 ચીની સૈનિકોને મારી નાખ્યા હતાં. 72 કલાક બાદ જ્યારે ભારતીય સેનાના મોટાભાગના સૈનિકો આવ્યા અને અધિકારીઓ આવ્યા, ત્યાં સુધી જસવંત સિંહ એકલા હાથે ચીની સૈનિકો સામે ઝઝૂમતા રહ્યાં અને 300 સૈનિકોનો ખાત્મો બોલાવી દિધો.

જસવંત સિંહે એકલા હાથે જ આ મોરચાની 5 પોસ્ટો સંભાળી 300 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દિધા હતાં. જોકે આ યુદ્ધમાં જસવંત સિંહ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા હતાં, પરંતુ તેમની વીરતા હંમેશ માટે અમર થઈ ગઈ.

READ  આણંદની APMCમાં પેડી(ચોખા)ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો : કૉંગ્રેસને લાગી આર્થિક પનોતી તો પાર્ટી થઈ કંગાળ, ભાજપ થયો માલામાલ, ‘કમળ’ને ચંદો આપનારાઓનો ફાટ્યો રાફડો, ફાળા માટે તરસ્યો ‘હાથ’

વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધમાં ભલે જસવંત સિંહ વીર ગતિને પ્રાપ્ત થઈ ગયાં, પરંતુ તેમનો આત્મા આજે પણ સરહદ પર દેશની રક્ષા માટે સક્રિય હોય, તેવું મનાય છે. સેનામાં માન્યતા છે કે જે સૈનિકોને ઝોંકુ આવી જાય છે, તેમને જસવંત સિંહ તમાચો મારીને જગાડી ચોકન્ના કરી દે છે.

મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત જસવંત સિંહ રાવતે અરુણાચલ પ્રદેશના જે મોરચે પોતાની શહાદત વહોરી હતી, તે મોરચા પર તેમની સ્મૃતિમાં એક મંદિર બનાવવામાં આવ્યં છે અને ત્યાં તેમને ઉપયોગનો જરૂરી સામાન મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, વીર જાંબાઝની સેવામાં આજે પણ 5 જવાનો તહેનાત રહે છે અને તેમની પથારી લગાવવાથી લઈ જૂતા પૉલિશ અને યુનિફૉર્મ પ્રેસ કરવાનું કામ કરે છે. ભાર માતાના આ લાલની વીરતાનું જ આ પ્રતિફળ છે કે તેમની શહાદત છતાં તેમના નામ આગળ સ્વર્ગસ્થ નથી લગાવવામાં આવતું.

READ  ચાઈનીઝ એપ્લિકેશન વીબો પરથી કેમ વડાપ્રધાન મોદીએ કરવી પડી 115 પોસ્ટ ડીલીટ, વાંચો ચીનાઓની અવળચંડાઈનો કઈ રીતે મોદીજીએ વાળ્યો જવાબ

એટલું જ નહીં, આપને આ જાણીને પણ આશ્ચર્ય થશે કે આ જાંબાઝ જસવંત સિંહહને આજે પણ સેનામાંથી રજા આપવામાં આવે છે અને તેમની તસવીરને લઈને સેનાના જવાનો તેમના પૈતૃક ગામ બાડિયો લઈ જાય છે અને રજા ખતમ થયા બાદ સન્માન સાથે તેને ફરીથી શહાદત વાળી પોસ્ટ પર લઈ આવે છે. ભારતીય સેનામાં જસવંત સિંહ જ એકલા એવા સૈનિક છે કે જેમને તેમની શહાદત બાદ પણ પ્રમોશન્સ આપવામાં આવ્યાં.

જુઓ જસવંત સિંહ પર બનેલી ફિલ્મ 72 HOURSનું ટ્રેલર :

[yop_poll id=654]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments