72 વર્ષમાં પ્રથમ વખત ભારતીય ટીમે સ્વંતત્રતા દિવસ પર દેશને આપી સૌથી મોટી ભેટ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15 ઓગસ્ટ 2019નો દિવસ ખુબ જ ખાસ સાબિત થયો છે. ભારતીય ટીમે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ પર પોતાના દેશને જીતની મોટી ભેટ આપી છે. એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી જે ક્યારેય પણ નથી થયુ તે વિરાટ સેનાએ કરી બતાવ્યું છે.

 

કેપ્ટન વિરાટ કોહલીએ તેમના વન-ડે કરિયરની 43મી વન-ડે સદી ફટકારી ભારતને મેચની સાથે સાથે સીરીઝમાં પણ જીત મેળવી, તેની સાથે જ ભારતીય ટીમે ભારતીયોને સ્વતંત્રતા દિવસ પર જીતની મોટી ભેટ આપી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે 14 ઓગસ્ટે વન-ડે સીરીઝના છેલ્લા મુકાબલા માટે મેદાનમાં ઉતરી હતી. 14 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે શરૂ થયેલી આ મેચનું પરિણામ ભારતીય સમય મુજબ જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાઈ ગઈ હતી અને 15 ઓગસ્ટ થઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

ભારતીય ટીમે સ્વતંત્રતા દિવસે પોર્ટ ઓફ સ્પેનમાં ના માત્ર છેલ્લી વન-ડેમાં જીત મેળવી પણ 3 મેચોની વન-ડે સીરીઝને 2-0થી પોતાના નામે કરી. ભારતીય ટીમે 72 વર્ષમાં પ્રથમ વખત 15 ઓગસ્ટના દિવસે ભારતને જીતની ભેટ આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય ટીમે સ્વતંત્રતાના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઓછી રમી છે. ભારતીય ટીમ 15 ઓગસ્ટે 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ચૂકી છે અને આ બધી જ ટેસ્ટ મેચ રહી છે. વન-ડે આંતરરાષ્ટ્રીયની વાત કરવામાં આવે તો એવુ બીજી વખત જ્યારે 14 ઓગસ્ટે ભારતીય ટીમ મેદાન પર ઉતરી. તે પહેલા ભારતે 14 ઓગસ્ટે 1993માં શ્રીલંકાનો સામનો કર્યો હતો.

READ  નાના બાળકો સાથે રોજ મોર પણ આવે છે શાળાએ ભણવા, જુઓ વિદ્યાર્થીઓ સાથે મોરની મસ્તીનો VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

15 ઓગસ્ટે ભારતીય ટીમ ક્યારે-ક્યારે ટેસ્ટ મેચ રમી ચૂક્યુ છે.

1. 15-18 ઓગસ્ટ 1936, ભારત vs ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ 9 વિકેટથી મેચ જીત્યુ

2. 14-19 ઓગસ્ટ 1952, ભારત vs ઈંગ્લેન્ડ
મેચ ડ્રો

3. 14-17 ઓગસ્ટ 2001, ભારત vs શ્રીલંકા
શ્રીલંકા 10 વિકેટથી જીત્યું

4. 15-17 ઓગસ્ટ 2014, ભારત vs ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ 244 રનથી જીત્યુ

5. 12-15 ઓગસ્ટ 2015, ભારત vs શ્રીલંકા
શ્રીલંકા 63 રનથી મેચ જીત્યુ

ત્યારે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ની વાત કરવામાં આવે તો આ દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયાની સામે વન-ડેમાં ભારતને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે 26 જાન્યુઆરી 2000ના રોજ એડિલેડમાં વન-ડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 152 રનથી હરાવ્યુ હતું. જ્યારે 26 જાન્યુઆરી 2015માં ઓસ્ટ્રેલિયાની સામે સિડનીમાં વન-ડે મેચમાં પરિણામ આવ્યુ નહતુ.

READ  કુલદીપ યાદવે ધોનીને દેખાડ્યો અરીસો, કહ્યું કે 'તેઓ પણ કેટલીક વખત ખોટા હોય છે પણ તેમને કોઈ કહી શકતું નથી'

[yop_poll id=”1″]

26 જાન્યુઆરી 2016ના રોજ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને 37 રનથી હરાવ્યું હતું. ત્યારે 26 જાન્યુઆરી 2017ના રોજ ભારતીય ટીમ કાનપુરમાં ઈંગ્લેન્ડની સામે 7 વિકેટથી હારી ગઈ હતી.

 

Will not discriminate on basis of religion,' says Amit Shah during CAB debate in Lok Sabha

FB Comments