જાણો શા માટે 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ખાતેથી જ તિરંગાને સલામી આપવામાં આવે છે

lal killo

દેશના 73મા સ્વાતંત્ર દિવસે લાલ કિલ્લા ખાતેથી PM નરેન્દ્ર મોદીએ દેશની આન-બાન-શાન તિરંગાને સલામી આપી છે. સાથે દેશના નામે સંદેશો પણ આપ્યો છે. લાલ કિલ્લાથી PM મોદીનું છઠ્ઠુ ભાષણ હતું. ત્યારે સહજ સ્વભાવે સવાલ થાય છે કે, દર વર્ષે લાલ કિલ્લા ખાતે જ કેમ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને દેશના પ્રધાનમંત્રી કેમ આ જગ્યાએ તિરંગો લહેરાવે છે. આ પરંપરા કેટલા વર્ષથી લાલ કિલ્લા ખાતે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત કોણે કરી હતી. તેની સમગ્ર માહિતી તમારા માટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દુનિયાભરના જંગલમાં જીવતા પ્રાણીઓનું ભોજન કરતો બેયર ગ્રીલને 4 લાખનો દેડકો પડ્યો હતો

 

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન: પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, જળ શક્તિ મંત્રાલય અને ડોકટરો અંગે મહત્વપૂર્ણ કાયદા બનાવ્યા

મુગલ બાદશાહ શાહજહાંએ 1638થી 1649 દરમિયાન લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હીના કેન્દ્રમાં યમુના કિનારે બનેલો લાલ કિલ્લો રાજાશાહીમાં દેશની સત્તાનું કેન્દ્ર માનવામાં આવતું હતું. આક્રમકોએ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હુમલો કર્યો તો તેની નજરમાં પણ લાલ કિલ્લો સૌ પ્રથમ હતો. 1739માં ઈરાની તુર્ક શાસક નાદિર શાહનો હુમલો કે પછી મરાઠાઓ, શિખો, જાટ અને ગુર્જરોના હુમલામાં પણ તેમનું કેન્દ્ર સ્થાન લાલ કિલ્લો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામામાં હુમલાની ઘટનાને લઈને હિંમતનગરમાં મુસ્લિમ બિરાદરોએ બંધ પાળ્યો, પાકિસ્તાન વિરોધી નારા લગાવીને કર્યો ઉગ્ર વિરોધ

18મી સદીની આ પરિસ્થિતિ 19મી સદીમાં પણ યથાવત્ રહી હતી. 1857માં પ્રથમ સંગ્રામનું કેન્દ્ર પણ લાલ કિલ્લો જ હતો. ક્રાતિકારીઓનું નેતૃત્વ કરતા છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફરને અંગ્રેજોએ ધરપકડ કરી અને મ્યાંમાર મોકલી દીધા હતા. આ સમયે પણ અંગ્રેજોએ લાલ કિલ્લાને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુભાષ ચંદ્ર બોસે દિલ્હી ચલોનો નારો લગાવ્યો હતો.

READ  મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ

લાલ કિલ્લાનું વધુ એક મહત્વ એ વાત પરથી લગાવી શકાય જ્યારે સુભાષ ચંદ્ર બોસે રંગૂનમાં જફરની સમાધી પર શ્રદ્ધાંજલી આપી અને દિલ્હી ચલોનો નારો લગાવ્યો હતો. આ સમયે નેતાજીનું લક્ષ્ય પણ લાલ કિલ્લો જ હતું.

[yop_poll id=”1″]

વર્ષોથી ચાલતી લડતના પરિણામે દેશ આઝાદ થયો તો 16 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ અંગ્રેજ શાસનનો ઝંડો ઉતારી ભારતની શાન તિરંગાને લહેરાવ્યો હતો. આ કારણથી દેશની રાજધાની અને લાલ કિલ્લો એક પ્રતિક છે. ભારતના શાસનમાં સત્તાનું કેન્દ્ર એટલે લાલ કિલ્લો માનવામાં આવે છે.

FB Comments