કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને, મેડિકલ સ્ટોર્સમાં ગ્રાહકો પાસેથી ભાવમાં ખુલ્લેઆમ લૂંટ

75. Rs. mask costs Rs. 900 in Ahmedabad as a consequence of Coronavirus outbreak corona virus na tarkhat na karan e bhav aasmane medical stores ma grahko pase thi bhav ma khuleaam lunt

કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 75 રૂપિયામાં મળતા માસ્કના 900 રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી અમદાવાદનાં મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. હાલ એન-95 માસ્કની અત્યારે સૌથી વધુ ડિમાન્ડમાં છે.

READ  Ahmedabad: 4 year old boy dies after falling in open drainage

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેનો બજાર ભાવ રૂપિયા 800થી 900 બોલાઈ રહ્યો છે. ત્યારે સામાન્ય ત્રણ લેયર માસ્ક પણ રૂ.40 સુધી વેચાઈ રહ્યા છે. હોલસેલ કિંમતમાં માત્ર 3 રૂપિયામાં જ મળતા માસ્કના ભાવ કોરોનાના ફૂફાડાથી અનેકગણા વધી ગયા છે અને કોરોનાના ભયથી ગ્રાહકો બેફામ લૂંટાઈ રહ્યા છે. એટલું જ નહીં એન-95નાં નામે બીજા પણ કેટલાય માસ્ક ગ્રાહકોને અપાઈ રહ્યા છે. બીજી તરફ ભાવ વધતા કેટલાક મેડિકલોમાં તો માસ્કનો ધંધો જ બંધ કરી દેવાયો છે.

READ  આને કહેવાય દારૂબંધી? નાયબ મામલતદારની કચેરીમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત જોવા મળ્યા સરકારી બાબૂઓ, VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદીઓ જાહેરમાં થૂંકવા પર ચેતી જ્જો નહીં તો થશે રૂપિયા 10 હજારનો દંડ

FB Comments