ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 778 નવા પોઝિટિવ કેસ

778 tested positive for coronavirus in Gujarat in last 24 hours gujarat ma corona bekabu vadhi rhya chhe case
તસ્વીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક 778 નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 421 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4,25,830 શંકાસ્પદ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે રાજ્યમાં 17 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વતન જવા ટીકિટ ના મળતા જીવના જોખમે લોકો ચાલતી ટ્રેનમાં ચડી રહ્યાં છે, જુઓ VIDEO

આ પણ વાંચો :  ઈમિગ્રેશન વિભાગના એક નિર્ણયથી ભારતના 2 લાખ વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડી શકે છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 8913 થઈ 

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં પ્રતિદિવસ ઉછાળો જોવા મળી રહ્યો અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા વધીને 8,913 થઈ ગઈ છે.  આ કેસમાં 61 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 8851 દર્દીની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ રાજ્યમાં કુલ 26,744 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં કુલ 1979 દર્દીના મોત નીપજ્યાં છે.

READ  સુરતઃ બીબીના પિતાએ રિક્ષા ખરીદવા માટે 40 હજાર રૂપિયા ન આપતા પતિએ આપ્યા ત્રણ તલાક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદમાં કોરોનાના 187 કેસ તો સુરતમાં 249 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણની વાત કરીએ તો સુરત જિલ્લાની સ્થિતિ ગંભીર છે. સુરતમાં કોરોનાના 249 નવા કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લાં 24 કલાકમાં 187 કેસ નોંધાયા છે.

READ  રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર

 

FB Comments