વેલેન્ટાઈન ડેના દિવસે સુરતની 8 યુવતીઓ કરવા જઈ રહી છે એ કામ જેને લઈને પુરી દુનિયામાં થશે ચર્ચા!

આગામી વેલેન્ટાઈન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીના દિવસે સુરતમાં 8 યુવતીઓ સંસારની મોહમાયા છોડીને વૈરાગ્ય ધારણ કરી લેશે. આ તમામ 8 યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની છે.

14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે અને આ દિવસને પ્રેમનો દિવસ માનવામાં આવે છે. યુવક યુવતીઓ એકબીજાની સાથે આ દિવસે પ્રેમનો એકરાર કરતાં હોય છે. જો આ દિવસે જીવનની બધી માયા ભુલીને જો સંસારને ત્યાગ કરવાની વાત કરે તો નવાઈ લાગે

સુરત શહેરમાં કૈલાશનગર જૈન સંઘ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 8 યુવતીઓ દીક્ષા લેશે. દીક્ષા લેનારી યુવતીઓ મોટેભાગે એવા પરિવારમાંથી આવે છે જેના ઘરે સંપત્તિની કોઈ જ ખામી નથી. મોટાભાગની યુવતિના પરિવારો સંપન્ન ધંધા સાથે સંકળાયેલા છે. આ કાર્યક્રમમાં દીક્ષા લેનારી એક યુવતી કહે છે કે પહેલાં મને ઘણી સંસારની મોહ લાલસા હતી. પરંત જો કે અમારાં માતાપિતા પહેલાંથી જ અમને મોક્ષ અને ત્યાગને લઈને દીક્ષાને માર્ગે ચાલવા પ્રોત્સાહન આપતાં. જો કે મારો ભાઈ સંસારનો મોહત્યાગી શક્યો નહીં અને બે વર્ષ પહેલાં જ્યારે મારા દાદાનું અવસાન થયું ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને સંસારના મોજશોખ મિથ્યા લાગવા લાગ્યાં છે.

READ  VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ

આ દીક્ષા લેનારી યુવતીઓમાં એક ગુજરાતના પાલનપુરની સ્નેહી કોઠારી માત્ર 18 વર્ષની જ છે. તેના કાકાએ કહ્યું કે નાનપણથી જ તે ધર્મ પ્રત્યે વધારે આશક્ત હતી. તેની બે આન્ટીએ પણ દીક્ષા લીધી હતી. સ્નેહી પોતાના વેકેશનના સમયે બાળપણમાં તેમની પાસે જતી અને સત્સંગમાં ભાગ લેતી. આ દીક્ષા લેનાર યુવતીઓમાં એક પુજા શાહ પણ સામેલ છે જે રાષ્ટ્રીય કક્ષાની જીમનાસ્ટિક ખેલાડી રહી છે. પુજાએ કહ્યું કે દીક્ષા માટે તેણીએ એમ.કોમનો અભ્યાસ છોડી દીધો છે અને આગામી 14 ફેબ્રુઆરીના દિવસે તેનો બર્થ-ડે પણ છે.

 

READ  Neil Nitin Mukesh does garba in Ahmedabad - Tv9 Gujarati

આ ઉપરાંત દીક્ષા લેનારી યુવતીઓમાં જે સંસારનો ત્યાગ કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે તેમાં સુરતની ધ્રુવી કોઠારી(24), બારડોલીની સ્વિટી સંઘવી(23), મુંબઈની મહેક કમલેશભાઈ(14), કર્ણાટકની ખુશી વિશાલ(18) અને ભાવનગરના વેરળ ગામની મિંજલ શાહનો સમાવેશ થાય છે.

[yop_poll id=885]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

On cam: Drunk driver hits 2 with car in Hyderabad, both died | TV9GujaratiNews

FB Comments