રાજકોટ: 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, આરોપી બાળકીને લઈ જતો હોય તેવા CCTV આવ્યા સામે

8-yrs old abducted and raped in Rajkot, Police finds CCTV

રાજકોટમાં 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની આચરવાની ઘટનામાં પોલીસે તપાસે ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. અને આરોપીની શોધવા તપાસ ઝડપી બનાવી છે. પોલીસે આરોપી અંગે ચોક્કસ માહિતી આપનાર વ્યક્તિને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: બિટકોઈન કેસ: ફાયરિંગ બાદ નિશા ગોંડલિયાએ પોલીસની આરોપીઓ સાથે સાંઠગાંઠ હોવાનો લગાવ્યો આક્ષેપ

બાળકી આરોપીને ઓળખી ન શકતી હોવાના કારણે પોલીસને આરોપી શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનો પોલીસ દાવો કરી રહી છે. પોલીસના દાવા પ્રમાણે રાજકોટમાં 80 ફૂટ રિંગ રોડ પાસે એક બગીચા પાસે એક શ્રમિક પરિવાર રહે છે. રાત્રે પરિવાર સૂતો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. અને રોડ પાસે આવેલા અવાવરું નાળામાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આ કેસમાં શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દંપત્તિનો દમ! વૃદ્ધ દંપત્તિએ હંફાવ્યા ચોરોને, આમની હિંમત જોઈને તમે પણ શરમાઈ જશો

તો બીજીતરફ ઘટનામાં આરોપી બાળકીને લઈ જતો હોય તેવા CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે એક નરાધમ બાળકીને લઈને જઈ રહ્યો છે. ત્યારબાદ અડધો કલાક પછી બાળકી ભાગીને પાછી જતી જોવા મળે છે. CCTVના સમય અનુસાર રાત્રે 11.21 મિનિટે નરાધમ બાળકીને ઉઠાવી અને લઇ જઇ જતો નજરે પડે છે. ત્યારબાદ 12.09 મિનિટે બાળકી દોડીને પોતાના ઘર તરફ જતી નજરે પડે છે.

READ  VIDEO: ગૃહપ્રધાન અમિતશાહ કલોલમાં રૂપિયા 65.57 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments