દેશમાં આ 5 રાજ્યમાંથી નોંધાયા છે 80 ટકા કોરોના કેસ, સ્વસ્થ થવાનો દર 41 ટકા પહોંચ્યો

361 COVID19 postive cases have been reported in Gujarat in last 24 hours

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું કે 80 ટકા પોઝિટિવ કેસ 5 રાજ્યોમાં જ નોંધાયા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બંગાળ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જ્યારે 60 ટકા મોત કોરોના વાઈરસના લીધે થયા હોય તે મુખ્ય 5 શહેરમાં થયા છે. આ શહેરમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ અને થાણેનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી

80-percent-deaths-recorded-in-five-states-union-health-ministry

આ પણ વાંચો :  દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 6088 કેસ
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 6088 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 148 લોકોના જીવ ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 3334 લોકો સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ સ્પષ્ટ કર્યું કે કોરોના વાઈરસથી સ્વસ્થ થવાના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 48 હજાર 534 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.

READ  ઓડ-ઈવન સિસ્ટમ: સવારથી ઘણી ઓડ નંબરની ગાડીઓને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશમાં કોરોના વાઈરસથી મોતનો દર 3.02 ટકા છે. 19મેના રોજ આ દર 3.13 ટકા હતો અને તેમાં 0.32 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યારસુધીમાં દેશમાં 1 લાખ 18 હજાર 446 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે કુલ 3 હજાર 583 લોકોએ કોરોના વાઈરસના લીધે દમ તોડ્યો છે.

READ  આગ્રા-લખનઉ હાઈવે પર વેન અને ટ્રક વચ્ચે ટક્કર, આગમાં 7 લોકોના મોત

 

Oops, something went wrong.

 

 

 

FB Comments