આજે ગુજરાતમાં કોરોનાના નવા 313 કેસ, કુલ દર્દીની સંખ્યા 4395 પહોંચી, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

Testing strategy is the only option to fight coronavirus says ICMR

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 313 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધારે નવા 249  પોઝિટિવ કેસ નોંધાયા છે.  જેના લીધે રાજ્યમાં કુલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 4395 થઈ ગઈ છે.  દર્દીઓની ડિસ્ચાર્જની વાત કરીએ તો 86 લોકોએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે,  સુરતમાં નવા 13 કેસ, વડોદરામાં 19 કેસ નોંધાયા છે.  આણંદમાં 3 કેસ, મહેસાણામાં પણ 3 કેસ નોંધાયા છે.  આજે 17 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહના પુત્રને ડ્રગ્સના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યો

Gujarat Latest Corona Virus Case


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જિલ્લાવાર કેટલાં નવા કેસ છેલ્લાં 24 કલાકમાં નોંંધાયા

જિલ્લાવાર કોરોના વાઈરસના નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 249 કેસ, આણંદમાં 03 કેસ, અરવલ્લીમાં 01 કેસ, ભાવનગરમાં 04 કેસ, દાહોદમાં 01 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, મહેસાણામાં 03 કેસ, સુરતમાં 13 કેસ, વડોદરામાં 19 કેસ, પંચમહાલમાં નવા 10 કેસ નોંધાયા છે.  આમ ગુજરાતમાં 313 નવા કેસ નોંધાયા છે.  33 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3535 દર્દીઓની તબિયત સ્થિર છે.

READ  ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કુલ કોરોનાના કેટલાં ટેસ્ટ કરાયા? 

રાજ્યમાં અત્યારસુધીના કોરોના વાઈરસના ટેસ્ટની વાત કરીએ તો 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 4395 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય લોકોના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે.  45089 લોકોને કોરોનાના ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

READ  તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે

FB Comments