જુસ્સો હોય તો સુરતના આ દાદાજી જેવો, 86 વર્ષની ઉંમરે કર્યું PhD

86-yrs old man completes PhD
86-yrs old man completes PhD

મળો સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં રહેતા ધનકુમાર જૈનને. જેમની ઉંમર 86 વર્ષની છે. આ ઉંમરે તેઓએ પીએચડી અને ડોકટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું છે. તેમણે મોર્ડન ઇન્ટરપ્રિટેશન ઓફ ટોડરમલ મેથમેટિક્સ ફોર્મ્યુલા ઓફ એનસીયન્ટ જૈન કર્માની થિયરી પર પીએચડી કર્યું છે અને આ થિસીસ પૂર્ણ કરતા તેમને 8 વર્ષ લાગ્યા.

તેઓ મેથ્સના રિસર્ચ માટે પ્રયત્નશીલ હતા પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું ન હતું. તેમણે નોન યુનિવર્સલ મેથેમેટિક્સ ઓફ જૈન કલ્ચર અંગે અભ્યાસ શરૂ કર્યો. સામાન્ય લોકો સુધી આ વિષય અંગે જાણકારી પહોંચે તે હેતુથી તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે સફળતા મળી પણ ખરી. 86 વર્ષની ઉંમરે તેમણે ડોક્ટરેટની ડિગ્રી મેળવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વયસ્ક વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલી આ ડિગ્રીમાં સ્થાન મેળવ્યું હતું.

READ  લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના 'મૈં ભી ચોકીદાર' સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું 'મૈં ભી ચોકીદાર' કેમ્પઇન

આ ઉંમરે ધનકુમાર જૈને પીએચડી અને ડી.એસ.સી.કર્યા બાદ 30 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. આ ઉંમરે જ્યારે વ્યક્તિને આંખે દેખાતું ઓછું થઈ જાય અને શારીરિક રીતે પણ પડી ભાંગે ત્યારે તેઓ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તીથી લેપટોપ પર કામ કરી જાણે છે. જે ઉંમરે માણસનું શરીર જવાબ આપી જાય છે તે ઉંમરે પીએચડી અને ડોકટર ઓફ સાયન્સ કરનાર ધનકુમાર જૈન વિશ્વના કદાચ પહેલા વ્યક્તિ હશે. આટલું મેળવ્યા બાદ પણ તેમણે પોતાનામાં રહેલા વિદ્યાર્થી અને ઉત્સુક જીવને જીવતો રાખ્યો છે જે યુવાનોને પ્રેરણા આપે તેવું છે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Maharashtra: "Sanjay Dutt to join RSP", Says Mahadev Jankar | Tv9GujaratiNews

FB Comments