ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 પોઝિટિવ કેસ નોંધાયા

india-coronavirus-tally-reaches-12-88-lakh-global-cases-top-1-56-crore
તસવીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસના કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ પ્રતિદિવસ કોરોનાના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ રાજ્યમાં 24 કલાકમાં કુલ 441 વ્યક્તિને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચીનમાં આર્થિક સંકટના એંધાણ, લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી

READ  અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 9,948 પહોંચી 

875 new corona virus cases reported in Gujarat in last 24 hour

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેની સાપેક્ષમાં ઓછા લોકો સ્વસ્થ થઈ રહ્યાં હોવાથી સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 10 હજારના આંકને નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસની 9,948 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ કુલ 28,183 લોકોને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારના આંકને પાર પહોંચી ગઈ છે.

READ  રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો યથાવત્, 24 કલાકમાં વધુ 872 કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments