ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ હુમલો: 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં 9 જેટલા ભારતીયો ગુમ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં 2 મસ્જિદમાં થયેલા ફાયરિંગની ઘટના પછી ત્યાં 9 ભારતીય ગુમ થયેલા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદુતે તેની જાણકારી આપી છે.

આ ઘટનામાં 49 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક 20 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક છે. ન્યૂઝીલેન્ડના વડપ્રધાન જેકીડા આર્ર્ડન
એ નિવેદન આપ્યું હતું કે ક્રાઈસ્ટચર્ચની ઘટનાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસની સૌથી ખરાબ ઘટના ગણાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડને પત્ર લખીને ક્રાઈસ્ટચર્ચમાં થયેલ ઘટના માટે દુખ વ્યકત કર્યુ છે. તેમને ભારત આતંકવાદના દરેક કાર્યને સમર્થન આપનારા લોકોની નિંદા કરી હતી. પ્રાપ્ત જાણકારીઓ મુજબ લગભગ આ ઘટનામાં કુલ 9 ભારતીયો ગુમ થયેલા છે.

Delhi: Reaction of people ahead of vote counting day tomorrow- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અરુણાચલના મુખ્યમંત્રી પર 1 મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

Read Next

આ ગુજરાતી મહિલાએ કર્યુ એવુ કામ કે એક ગુજરાતી તરીકે તમને પણ થશે ગર્વ

WhatsApp chat