
કહેવાય છે કે શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. 9 વર્ષના છોકરાએ એક રેકોર્ડ બનાવી દીધો છે. બેલ્જિયમ ખાતે રહેનારો લોરેંટ સાઈમંસ 9 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએટ થઈ ગયો છે. દુનિયાભરનો આ પહેલો કિસ્સો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લોરેંટ સાઈમંસે Eindhoven University of Technology ખાતેથી પોતાના અભ્યાસ કર્યો છે. લોરેંટ વિશે તેમની યુનિવર્સિટી પ્રોફેસરનું કહેવું છે કે તે ખૂબ જ હોંશિયાર છે. લોરેંટના પિતા કહે છે કે તેને કોઈપણ વાત યાદ રાખવામાં તકલીફ પડતી નથી. તે ખૂબ જ હોંશિયાર છે અને ઝડપથી બધુ યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
યુનિવર્સિટીમાં 9 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા બાદ લોરેંટ હવે આગળનો અભ્યાલ કેલિફોર્નિયા ખાતેથી કરવા માગે છે. તો તેના માતા-પિતા ઈચ્છી રહ્યાં છે તે ઓક્સફર્ડ કે કેબ્રિજ ખાતેથી અભ્યાસ કરે. માતા-પિતાને એવી ચિંતા છે કે લોરેંટ સારું ભણે તો છે પણ તેની સાથે તેનું બાળપણ પણ સારી રીતે જીવે.
લોરેંટના આઈક્યુ વિશેની જાણકારી માગતા તેના મમ્મીએ કહ્યું કે તેનો આઈક્યુ 145થી પણ વધારે છે. જ્યારે શિક્ષકોએ ઘણીબધી પરીક્ષા લીધી ત્યારે ખબર પડી કે લોરેંટ તો ભણવામાં ખૂબ જ હોંશિયાર છે અને પ્રબળ યાદશક્તિ ધરાવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ડિગ્રી બાદ લોરેંટ આગળ પીએચ.ડીનો અભ્યાસ કરવાનું વિચારી રહ્યો છે અને તેને મેડિકલ પણ ભણવાની ખાસ ઈચ્છા છે. યુનિવર્સિટીનો સ્ટાફ કહે છે કે આ છોકરો અદભૂત છે કારણ કે અઘરા માનવામાં આવી રહેલાં કોર્સને લોરેંટે 9 વર્ષની ઉંમરે જ પાસ કરી દીધો.