9 વર્ષ પહેલા યુવી ક્યાં અને શા માટે હિબકે-હિબકે રડ્યો હતો, યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-1

2011માં યુવરાજ સિંહ હિબકે-હિબકે રડ્યો હતો

યુવરાજ સિંહે મજાક કરીને અનેક ખેલાડીઓને રડાવ્યા છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ખુદ યુવી પણ દુઃખમાં નહીં પરંતુ ખૂશીમાં ખૂબ રડ્યો હતો. 2003માં ભારતની ટીમ વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી હતી. આ ટીમનો ભાગ યુવરાજ પણ હતો. પરંતુ કમનસીબે ભારતને હારનું મોઢું જોવું પડ્યું હતું. 2007માં પણ ભારતની હાર થઈ હતી. ત્યારે 2011માં ફરી એક વખત વર્લ્ડકપ જીતવાનો મોકો ભારત પાસે હતો.અને ટીમની મહેનતના કારણે વર્લ્ડકપ ભારતના ખાતામાં આવી ગયો હતો. આ સમયે યુવરાજની આંખમાંથી આંસૂ રોકાતા નહોતા. યુવરાજે કહ્યું કે, હું શાળામાં ફેલ થયો ત્યારે પણ આટલુ રડ્યો નહોતો.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મળેલા 21 લાખ રૂપિયાનું યુવીએ શું કર્યું?: યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-2

યુવરાજના કેન્સરને વિરાટ કોહલી માત્ર મજાક સમજતો હતો

યુવરાજ સિંહને ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા મજાકબાજ કહેવામાં આવે છે. યુવીથી વધુ મજાક કોઈ નહીં કરતું હોઈ તેવી પણ વાતો ચાલે છે. અને ટીમનો એક પણ ખેલાડી નહીં હોઈ જે યુવીની મજાકનો શિકાર ન બન્યો હોય. આ માટે જ વિરાટ કોહલીએ પણ યુવરાજને કેન્સર છે તે વાતને મજાક સમજી હતી.
2011માં વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલી યુવરાજના રૂમમા પહોંચ્યો તે જોયું કે યુવી ઉધરસ ખાઈ રહ્યો છે. અને તેના ટેબલ પર કેટલીક દવાઓ પણ પડી હતી. દવા જોઈને આશ્ચર્યમાં પડેલા કોહલીએ પૂછ્યું કે ભાઈ આ બધુ શું છે. તો યુવરાજે પોતાના મજાકના અંદાજમાં કહ્યું કે, મને તો કેન્સર છે. વિરાટ કોહલીએ આ વાતને પણ પહેલા મજાકમાં લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દિવસે યુવરાજ સિંહને સચિન પાસેથી જીંદગીની સૌથી મોટી પ્રેરણા મળી હતી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શરૂઆતના દિવસોમાં યુવરાજ સિંહ જ્યારે પણ વિકેટ ગુમાવતો ત્યારે તેને બહુ ગુસ્સો આવતો હતો. એક વખત જ્યારે યુવરાજ આઉટ થયો તો ગુસ્સામાં તેણે પોતાનું બેટ ફેંકી દીધુ હતું. અને યુવરાજની આ હરકતને સચિન જોઈ રહ્યો હતો. જ્યારે યુવરાજ પરત પવેલિયનમાં આવ્યો તો સચિને તેના પર ગુસ્સે થયો હતો, સચિને ક્હયું કે, જે બેટને તું ફેંકી રહ્યો છો તેના થકી જ તારા ઘરમાં ભોજન આવે છે. સચિનના મોંથી સાંભળેલી આ વાત પછી તેણે ક્યારેય આવી ભૂલ કરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જાણો યુવરાજ સિંહે પણ આ ટ્રીપલ સેન્ચ્યૂરી લગાવી હતી

ભારતીય ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચ્યૂરી લગાવવાનો રેકૉર્ડ વિરેન્દ્ર સહેવાગના નામે છે. પરંતુ ડાબા હાથના આ ખેલાડી યુવીએ પણ ટ્રિપલ સેન્ચ્યૂરી લગાવી છે. આ વાત વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે. જ્યારે યુવરાજ ટીમ ઈન્ડીયામાં રમવા માટે આતૂર હતો અને તે અંડર 19ની ટીમમાં પોતાનું ખાસ સ્થાન પણ બનાવી ચૂક્યો હતો. ત્યારે બિહારની વિરુદ્ધ કૂચ બિહાર ટ્રોફી રમતા સમયે યુવીએ 358 રનની શાનદાર પારી રમી હતી. અને ક્રિકેટરોની પસંદગી કરનારા લોકોની નજરમાં પણ આવી ગયો હતો. આ મેચ યુવરાજની જીંદગીની સૌથી મોટી રમત હતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જાણો યુવરાજે ક્યાંથી પ્રોફેશનલ ક્રિકેટના પાઠ શીખ્યા

યુવરાજ સિંહના પિતા યોગરાજ તેમના રિયલ ક્રિકેટ કોચ હતા. સ્કૂલમાં ક્રિકેટ દરમિયાન પણ યુવી સદી મારતો હતો. પરંતુ જ્યારે યુવરાજના પિતાને લાગ્યું કે, યુવીને હવે પંજાબથી બહાર જઈને મુંબઈની ક્રિકેટ સ્ટાઈલ સમજવી જોઈએ. સાથે ઘરની બહાર નીકળી પ્રોફેશનલ માહોલમાં રમત શીખવાની જરૂર છે. ત્યારે પિતા યોગરાજે પૂર્વ ટેસ્ટ કેપ્ટન દિલીપ વેંગસરકર પાસે યુવરાજને ટ્રેનિંગ માટે મૂકી આવ્યા હતા. દિલીપ વેંગસરકર મુંબઈમાં ક્રિકેટ એકેડેમી ચલાતા હતા. અહીંયા આવીને યુવરાજે ક્રિકેટના જે દાવપેચ શીખ્યા તેના કારણે જ યુવીને પિચ હિટરની ઓળખ પ્રાપ્ત થઈ છે.

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

યુવરાજ સિંહના 6 બોલમાં 6 સિક્સર ભુલ્યા તો નથી.. જુઓ આ યાદગાર VIDEO

Read Next

17 મહિના પછી કઠુઆ સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડમાં દોષીતો જાહેર

WhatsApp પર સમાચાર