VIDEO: દિલ્લીમાં મરકઝમાં સામેલ થયેલા 93 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 303 લોકોમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ

93 people who took part in Nizamuddin Markaz test positive for coronavirus

દિલ્લીના નિઝામુદ્દીન ખાતે મરકઝમાં સામેલ થયેલા 93 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ પણ મરકઝમાં આવેલા લોકોને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કુલ 740 લોકોની ઓળખ થઈ ગઈ છે. કે જેઓ મરકઝમાં આવ્યા હતા. અત્યાર સુધી જે 93 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં સૌથી વધુ તમિલનાડુના 45 કેસ છે.

READ  રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ

જ્યારે દિલ્લીના 24, તેલંગાણાના 15, અંદમાનના 9 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાય આંધ્રપ્રદેશના 4 કેસ સામે આવ્યા છે. જેમની ટ્રાવેલ હિસ્ટ્રી મરકઝ છે તો વિશાખાપટ્ટનમમાં 21 કેસ સામે આવ્યા છે. તો આતરફ મરકઝથી આવેલા 10 લોકોને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જે તમામ તાઝિયાબાદના મસૂરી વિસ્તાના મળ્યા હતા. મરકઝમાં સામેલ થયેલા લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકોને મળી રહ્યા છે. જો મરકઝમાં આવેલા લોકો સાવચેતી નહીં રાખે તો દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધવાનો ખતરો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગરમાં કોરોનાના નવા બે પોઝિટીવ કેસ, જિલ્લામાં કુલ કેસ 46ને પાર પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments