ખેડૂતો માટે ખુશ ખબર, કેન્દ્ર સરકારની વેધર એડવાઇઝરીની યોજના

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વેધર એડવાઇઝરી ફોર ફાર્મર નામનો પાઇલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેમાં દેશભરમાંથી ગુજરાતનું રાજકોટ, મધ્યપ્રદેશનું ભોપાલ અને મહારાષ્ટ્રનાં નાંદેરની પસંદગી કરવામાં આવી છે. ખેડૂતોને વાતાવરણને લીધે જે નુકસાની વેઠવાનો વારો આવતો હતો તે ન આવે તે માટે કેન્દ્ર સરકાર ખેડૂતોને SMSથી વાતાવરણની જાણકારી પ્રાદેશિક ભાષામાં જ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Rajkot: Man fires at son in Vinchhiya village, arrested

આ પણ વાંચો: કેળાની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

રાજકોટ જીલ્લાનાં ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ જીલ્લા વિકાસ અધીકારીનાં કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જીલ્લો રાજકોટ હોવાથી કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે તલાટી મંત્રી અને ગ્રામ સેવકો સર્વે કરશે અને ખેડૂતોની માહિતી મેળવી એપ્લિકેશન સાથે ખેડૂતોનાં મોબાઇલ ફોનને લીંક અપ કરી આપશે. જેથી ખેડૂતોને તેની પ્રાદેશિક ભાષામાં જ હવામાનની માહિતી મળી રહેશે.

READ  રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ભાવમાં કિલો ફેટે કરાયો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજકોટ જીલ્લાનાં 200 જેટલા ખેડૂતોએ આ વેધર એડવાઇઝરી ફોર ફાર્મર યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી પણ દીધું છે. ભારત સરકારનાં પ્રતિનીધીઓ દ્વારા રાજકોટ જીલ્લાનાં ખેડૂતોનું સર્વે કરવામાં આવ્યું હતું. ખેડૂતોને નામ, મોબાઇલ નંબર, ખેતીનો પ્રકાર, ગામનું નામ સહિતની વિગતો આપવાની રહેશે. રાજકોટ જીલ્લામાં 2 લાખ કરતા વધુ ખેડૂતો છે. જે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તેવા તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

READ  બનાસકાંઠામાં લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ, ખાતર મેળવવા ખેતીવાડી સંઘમાં ખેડૂતોની લાગી લાંબી કતારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments