મેઘરાજાના આગમન પહેલા જ ગીરમાં રોનક છવાઈ ગઈ છે, સિંહણે એક સાથે 5 બચ્ચાને જન્મ આપતા વનવિભાગમાં પણ ખૂશીનો માહોલ, જુઓ VIDEO

સામાન્ય રીતે સિંહણ એકસાથે બે કે ત્રણ બચ્ચાઓને જ જન્મ આપતી હોય છે, એક સાથે સિંહના પાંચ બચ્ચાનો જન્મ થતા જ સિંહપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાં આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના બની. કારણ કે ખાંભાના ભાવરડી અને રાણીગપરા વચ્ચે આવેલા પથ્થરમાળા ડુંગરના જંગલમાં એક સિંહણે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે સિંહણ એકસાથે બે કે ત્રણ બચ્ચાઓને જ જન્મ આપતી હોય છે. એક સાથે સિંહના પાંચ બચ્ચાનો જન્મ થતા જ સિંહપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

READ  જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

 

અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપતા સિંહોની વસ્તીમાં તો નોંધપાત્ર વધારો તો થયો જ છે. પરંતુ સિંહપ્રેમીઓમાં પણ આનંદ છવાઈ ગયો છે. અમરેલી જીલ્લામાં 2 જ મહિનામાં 10થી વધુ સિંહ બાળનો જન્મ થયો છે. જેના લીધે પર્યાવરણપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે.

READ  Gujarat Fatafat: 06-09-2016 - Tv9 Gujarati
Oops, something went wrong.
FB Comments