મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકી બાદ એક દિવસમાં જ તેજસ એક્સપ્રેસમાં મોટો ફેરફાર

A major change in the Tejas Express within a day after the threat of the Maharashtra Navnirman Sena

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકી બાદ એક દિવસમાં જ તેજસ એક્સપ્રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો. મનસેએ ટ્રેનના સ્ટાફના પહેરવેશને લઈને વિરોધ કર્યો હતો કે શા માટે ગુજરાતી પોશાક જ તેઓ પહેરે છે. જેથી અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે સ્ટાફના માથા પર ગાંધી ટોપી જોવા મળી. મુંબઈ સેન્ટ્રલ અને વાપી વચ્ચે મુસાફરોને સેવા આપતી વખતે ગાંધી ટોપી પહેરી રાખી હતી.

READ  Two youths drown in canal while taking selfie , Ahmedabad - Tv9 Gujarati

Image result for tejas express"

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ ‘કેજરીવાલનું ગેરંટી કાર્ડ’, કર્યા આ વચનો

ગુરુવારે 16 જાન્યુઆરીએ મનસે નેતા મિલિંદ પંચાલે કહ્યું કે, જો મહારાષ્ટ્રીય સંસ્કૃતિને ન અપનાવવામાં આવી અને ટ્રેન પરત જશે તે દરમિયાન હોસ્ટેસની યુનિફોર્મ ન બદલી તો મનસે પોતાના અંદાજમાં સબક શિખડાવશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે અમદાવાદથી ટ્રેન ચાલી તે સમયે ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું તો મુંબઈથી પરત ફરતી વખેત મહારાષ્ટ્રીય સંસ્કૃતિ કેમ ન જોવા મળે ?

READ  ખુશખબર, જો ભારતની આ ટ્રેન મોડી પડી તો મુસાફરોને ચૂકવવામાં આવશે વળતર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એટલું જ નહીં પંચાલે તેની સાથે ભાષાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેજસ એક્સપ્રેસ પર હાલ અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં સુચના લખવામાં આવે છે. તેમાં મરાઠી ભાષામાં પણ સુચના લખવામાં આવે. આપને કહી દઇએ કે મનસે અસ્મિતાના મુદા પર અવાર નવાર અવાજ ઉઠાવતા રહે છે.

READ  શિવસેનાના મુખપત્ર 'સામના'ની જવાબદારી એક મહિલાના શિરે, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments