કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું

કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. સમગ્ર મામલો યોગી આદિત્યનાથના નામ સાથે સંકળાયેલો છે. એક શખ્સ ડાયસની આગળ તીરંગા સાથે ઉભો રહી ગયો હતો. મંચ પરથી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા નિવેદન આપી રહ્યા હતા.

કોંગ્રેસ મુખ્ય કાર્યાલયમાં પ્રવક્તા પવન ખેડાની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિએ સામે આવીને કહ્યું કે, યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું યોગ્ય નથી તેવા સૂત્રો ઉચ્ચારી રહ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા ગઈકાલની એક ઘટનાને લઈને પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અદિતીસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા.

 

READ  VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

હંગામો કરનારો વ્યક્તિ નચિકેતા નામનો છે તેવું સામે આવ્યું છે. તેમણે પોતાનું નિવેદન આપતા કહ્યું કે જેમના માતા-પિતા કે પતિ-પત્ની વિદેશથી આવ્યા તે લોકોને ચૂંટણી લડવાનો અધિકાર ન મળવો જોઈએ. સાથે કહ્યું કે યોગી આદિત્યનાથને તેના નામ સાથે બોલાવવું તે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

Oops, something went wrong.
FB Comments