રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે પસંદ કરનારી CACને મોકલવામાં આવી નોટિસ, ફરી થશે કોચની પસંદગી?

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની નિમણુક તપાસમાં આવી શકે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને તેમના કોચ પદ પર ફરીથી નિમણુક કરવાની આવશ્યકતા પડી શકે છે. BCCIના એથિક્સ ઓફિસર ડી.કે.જૈને શનિવારે કપિલદેવના નેતૃત્વવાળી ક્રિકેટ સલાહકાર સમિતિને (CAC) હિતોના ટકરાવના સંબંધમાં નોટિસ મોકલી છે.

CACમાં 1983ના વિશ્વ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવ, શાન્તા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ સામેલ છે. જેમને તાજેત્તરમાં જ ભારતના મુખ્ય કોચ પદ માટે રવિ શાસ્ત્રીની પસંદગી કરી હતી. CACએ હાલમાં જ રવિ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પસંદગી કરી હતી. તેની સાથે જ કાર્યકાળ 2021 સુધી વધારવામાં આવ્યો હતો. CACની વિરૂદ્ધ હિતોના ટકરાવના આરોપ લગાવવામાં આવ્યા છે. જેની પર 10 ઓક્ટોબર સુધી જવાબ આપવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણીમાં 40 થી 50 ટકા મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષોએ શરૂ કરી નવી કવાયત, આ રીતે કરશે રાજકીય પક્ષો પ્રચાર

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે જો BCCIના એથિક્સ ઓફિસર ડી.કે.જૈને CAC સભ્યો હિતોના ટકરાવ મામલે દોષી નીકળ્યા તો રવિ શાસ્ત્રીને એક વખત ફરી  નિમણુકની પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. અધિકારીએ જણાવ્યું કે એક બીજી નવી સમિતિ બનાવવી પડશે અને કોચની નિમણુકની પૂરી પ્રક્રિયામાંથી બીજી વખત પસાર થવુ પડશે. BCCIના નવા બંધારણને ધ્યાનમાં રાખીને તમામ વસ્તુઓને બીજી વખત કરવી પડશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ કારણથી રવિ શાસ્ત્રીને હેડ કોચની નિમણુક પ્રક્રિયાથી એક વખત ફરીથી પસાર થવુ પડશે. તેમની નિમણુક કરનારી સમિતિમાં હિતોના ટકરાવ જોવા મળે છે. ત્યારબાદ નવી સમિતિ બનશે અને પૂરી પ્રક્રિયા BCCIના નવા બંધારણ હેઠળ ફરીથી કરવી પડશે. BCCIનો નવો કાયદો કહે છે કે CAC જ ટીમ ઈન્ડિયાના કોચની નિમણુક કરી શકે છે.

READ  હવે પાકિસ્તાન અને ચીનને સરહદ પર મળશે જડબાતોડ જવાબ, સેનાએ તૈયાર કર્યો આ ખાસ પ્લાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે સમગ્ર ઘટના?

મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ (MPCA)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણ લોકોની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ સમિતિએ ઓગસ્ટમાં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ તરીકે પસંદ કર્યા હતા. BCCIના અધિકારીએ કહ્યું હા તેમને ફરિયાદનો જવાબ સોંગદનામાની સાથે આપવા માટે કહેવામાં આવ્યુ છે. BCCI બંધારણ મુજબ CACના કોઈ પણ સભ્ય ક્રિકેટમાં કોઈ અન્ય ભૂમિકા ભજવી શકે નહી.

READ  એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

ગુપ્તાએ તેમની ફરિયાદમાં કહ્યું કે CAC સભ્ય એક સાથે ઘણી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. તેમને લખ્યુ કે 1983ના વિશ્વ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલદેવ CAC સિવાય કોમેન્ટેટર, એક ફલડલાઈટ કંપનીના માલિક અને ભારતીય ક્રિકેટર્સ સંઘના સભ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રકારે ગુપ્તાએ આરોપ લગાવ્યો કે ગાયકવાડ પર પણ હિતોનો ટકરાવ બને છે. કારણ કે તે એક એકેડેમીના માલિક છે અને BCCIની માન્યતા પ્રાપ્ત સમિતિના સભ્ય છે. તે મુજબ પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન રંગાસ્વામી CAC સિવાય ICAમાં પણ છે. CACએ ડિસેમ્બરમાં મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે W.V રમનની પસંદગી કરી હતી.

 

Oops, something went wrong.
FB Comments