ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન ‘0’ રન પર આઉટ

ક્રિકેટની દુનિયામાં ઘણી અજીબોગરીબ ઘટનાઓ જોવા મળે છે. ત્યારે આ કડીમાં એક દુર્લભ ઘટના પણ જોડાઈ ગઈ છે, જ્યારે એક ટીમના તમામ ખેલાડી એક પણ રન બનાવ્યા વગર જ ‘0’ રન પર જ આઉટ થઈ ગયા. મુંબઈની જાણીતી U-16 ટૂર્નામેન્ટ હેરિસ શીલ્ડના પ્રથમ રાઉન્ડની નોક આઉટ મેચ દરમિયાન આ ઘટના બની હતી.

આઝાદ મેદાન પર બોરીવલીના સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને અંધેરીના ચિલ્ડ્રન્સ વેલફેર સેન્ટર સ્કૂલની વચ્ચે આ મેચ રમાઈ હતી અને આ ચિલ્ડ્રન્સ વેલફેર સેન્ટર સ્કૂલના બેટ્સમેન હતા, જે એક પણ રન બનાવી શક્યા નહતા, કારણ કે તે તમામ બેટ્સમેન ‘0’ રન પર આઉટ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

ત્યારે મજાની વાત તો તે છે કે સામેની ટીમના બોલર્સે 7 એક્સ્ટ્રા રન આપ્યા, નહીં તો સ્કોરબોર્ડ પર કોઈ રન જ ના બન્યો હોત. ચિલ્ડ્રન્સ વેલફેર સ્કૂલની પૂરી ટીમ માત્ર 6 ઓવરમાં ઓલઆઉટ થઈ હતી. વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી મીડિયમ પેસર આલોક પાલે 3 ઓવરમાં 3 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી હતી. કેપ્ટન વરોદ વાજેએ 3 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે 2 બેટ્સમેન રન આઉટ થયા હતા.

READ  ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણીતી સ્કૂલોમાં સામેલ સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલે 45 ઓવરમાં 761/4 રન બનાવ્યા, જેમાં તેમના વન ડાઉન બેટ્સમેન મીત માયકેર 134 બોલમાં 7 સિક્સર અને 56 ફોરની મદદથી અણનમ 338 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શરદ પવાર: અજિત પવાર વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી, જુઓ VIDEO

 

ચિલ્ડ્રન્સ વેલફેર સ્કૂલની ટીમને શરમજનક હાર મળી. આ હારને ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં સૌથી મોટી હાર માનવામાં આવી શકે છે. ભારતના ઘણા પૂર્વ ક્રિકેટર અને રણજી ખેલાડી તેમની કિશોરાવસ્થામાં આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના ‘હિટમેન’ રોહિત શર્માએ સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ (SVIS) સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

 

Oops, something went wrong.
FB Comments