‘વાહ.. આને કહેવાય સેવા’ અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા

સેવા કરનારાઓ તો ઘણા વિરલાઓ હોય છે. ત્યારે અમદાવાદના ઢાળની પોળમાં ચાલતા ગીરીરાજ સેવા કેન્દ્રએ અનોખી સેવાની મિસાલ પુરી પાડી છે.

ગીરીરાજ સેવા કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી નિ:શુલ્ક ટિફિન સેવા ચલાવે છે. જેમાં કોઈના સંતાનો ના હોય, સંતાનો સાચવતા ના હોય, તે સહિતના જરૂરીયાતમંદ વૃદ્ધોને વિનામૂલ્યે ટિફિન પહોંચાડે છે. ત્યારે આ સેવાકેન્દ્ર હવે એક નવી પહેલ કરવા જઈ રહ્યું છે. જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 108 વડિલ વૃદ્ધોને હરીદ્વારની યાત્રા કરાવવામાં આવશે.

 

READ  અખિલેશે સ્વીકાર્યું કે મહાગઠબંધન નિષ્ફળ ગયું, માયાવતી વિશે પણ કરી આ ટિપ્પણી

આ સાધારણ અને મધ્યમકક્ષાના વૃદ્ધ માતા-પિતાઓને આ સંસ્થા અને અન્ય દાતાઓના સહયોગથી વિમાનમાં હરિદ્વારની યાત્રા કરાવવામાં આવશે. તે માટે ઢાળની પોળમાં બધા વડીલોને ભેગા કરવામાં આવ્યા હતા અને વિમાનની યાત્રા વિશે સમજણ આપવામાં આવી હતી.

ત્યારે અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલ અને ગીરીરાજ સેવા કેન્દ્રના સંસ્થાપક રમેશભાઈ મહેતા પણ આ વડીલોને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા.  આ હરિદ્વારની યાત્રા 5 થી 12 એપ્રિલ સુધી રહેશે. જેનો તમામ ખર્ચ સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ ઉપાડશે.

READ  નવા વર્ષે નશાખોરો ઝડપાયા! 230 લોકોની સાથે 3 ટીઆરબી જવાનો પણ ઝડપાયા, જુઓ VIDEO

 

Top News Stories Of Gujarat : 29-01-2020| TV9News

FB Comments