સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત કરવા ઈચ્છતા લોકો માટે 4 માર્ચથી દોડશે એક ખાસ ટ્રેન, ભારતીય રેલવેની અનોખી પહેલ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં આવેલી છે. અને હવે ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા રાજ્યની બહારથી આવતા લોકો માટે IRCTCએ એક ખાસ ટ્રેનની શરૂઆત કરી છે.

4 માર્ચથી IRCTC દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડવવામાં આવશે. આ ટ્રેન વડોદરા ઉભી રહેશે. ત્યાંથી પર્યટકોને કેવડિયા કોલોની-નર્મદા ખાતે બનેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે લઈ જવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 7 રાત અને 8 દિવસની ટ્રીપ થશે.

READ  એક મહિલાને ટ્રેનમાં આવ્યા પીરિયડ, મિત્રએ કરી રેલ વિભાગને કરી TWEET, અને રેલ વિભાગે કર્યું કંઈક એવું કે સૌ કોઈ રહી ગયા દંગ

આ ટ્રેનને ભારત દર્શન ટૂર સ્કીમ અંતર્ગત શરૂ કરવામાં આવશે. આ પેકેજમાં 7 રાત અને 8 દિવસની સફર થશે. ટ્રેન ચંદીઢથી શરૂ થશે અને ઉજ્જૈન, ઈંદોર, શિરડી અને નાસિક તથા ઓરંગાબાદ થઈને સફર પૂર્ણ કરશે.

આ સફરમાં પર્યટક ચંદીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, દિલ્હી કેંટ, રેવાડી, અલવર અને જયપુરથી બોર્ડ કરી શકો છો.

READ  તલાક તલાક તલાકનો અંત, જાણો આ બિલ વિશે શું કહી રહી છે મુસ્લિમ મહિલાઓ?

આ ટ્રેનનું એક સ્ટોપ વડોદરા પણ છે. જ્યાંથી ભારતીય રેલવે જ પર્યટકોને સ્ટેચ્યૂ ઑફ યુનિટી લઈ જશે. મુસાફર બસમાં બેસી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ શકશે.

આ પેકેજમાં નોન એસી સ્લીપર, એસી ક્લાસ, રાત્રિ રોકાણ, નોન એસી વાહનોમાં ફરવાનું, શાકાહારી ભોજન અને સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

આ પેકેજનું ભાડું પ્રતિ વ્યક્તિ રૂપિયા 7,560 છે. આ સફર 4 માર્ચથી શરૂ થશે અને 11 માર્ચે ખતમ થશે. તેનું બૂકિંગ તમે IRCTCની વેબસાઈટ પરથી કરાવી શકો છો.

READ  આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

[yop_poll id=1783]

Top 9 Gujarat News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments