પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા ‘વાહ ઉસ્તાદ વાહ’!

કુપોષણ સામે લડવા ધોરાજીની પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખો અભિગમ અપનાવ્યો છે!

ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પછાત વિસ્તારના ૨૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા અને સંપૂર્ણપણે બાળક તંદુરસ્ત થાય તે માટે જવાબદારી પણ સ્વીકારીને નવા અભિગમની રાહ ચીંધી.

આ પણ વાંચો: દારૂની હેરાફેરી કરતા શખ્સની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો

કુપોષણ સામે લડવા ધોરાજીના નાગરિકની અનોખી પહેલને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. આ પહેલને ધોરાજી પ્રાંત અધિકારી સહીત ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા પણ  બિરદાવવામાં આવ્યું છે. જે પુત્રનો જન્મદિવસ છે એ પર્વ મકવાણાના વાલી નિલેશ મકવાણાનું કહેવું છે,

“પશ્વિમી સંસ્કૃતિ મુજબ કેક કાપી અને અનેક ફાલતુ ખર્ચ કરવો તેના કરતા કોઈ વ્યક્તિ કે બાળકના ચેહરા પર ખુશી લાવવી એક માનવતાનું કાર્ય છે.”

ધોરાજીના ડેપ્યુટી કલેકટર તુષાર જોશી પણ આ જન્મદિવસ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું અને ખાસ કરીને કુપોષણ નાબૂદી અભિયાન અને સ્વછતા અભિયાનમાં માં સહભાગી બનવા હાકલ કરી.

ધોરાજીને કુપોષિત બનાવવા તંત્રની સાથે એક શિક્ષક પણ જોડાયા છે. જેમાં પછાત વિસ્તારના 20 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા છે અને તેમની દવાથી લઈને પોષણયુક્ત ખોરાકનો સંપૂર્ણ ખર્ચ તે શિક્ષક ઉપાડશે તે ખરેખર આવકારદાયક છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Today is a prestigious day for Gujarat: Kaushik Patel at inauguration of Ahmedabad shopping festival

FB Comments

Hits: 166

Comments are closed, but trackbacks and pingbacks are open.