2 યુવાઓએ ખોલ્યું દુનિયાનું સૌથી અનોખું મોદી થીમ પર કૅફે, જ્યાં કૉફી ટેબલ પર મળે છે મોદી અને મોદી સરકારથી જોડાયેલી કામની A2Z જાણકારી

કેટલાંયે લોકોને આપણે એમ કહેતા સાંભળ્યા હશે કે તામિલનાડુમાં મોદી વૅવ જેવું કંઈ નથી. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે તામિલનાડુના થૂથુકુડી જિલ્લાના કોવિલપટ્ટીમાં દુનિયાનું સૌ પ્રથમ મોદીની થીમ પર કૅફે ખોલવામાં આવ્યું છે.

2 યુવાનો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. ધિનેશ રોડી અને સૌમ્યા સારથી નામના યુવાનોએ વર્ષ 2013થી નમો કેન્ડીની તો શરૂઆત કરી જ હતી. આ કૅન્ડી હવે દેશની બહાર પણ ઘણી બધી જગ્યાઓ પર મોકલવામાં આવે છે.

અને હવે આ લોકોએ કૅફે રોડી રેસ્ટો ડિઝાઈન કર્યું છે. આમ કરી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માગે છે.

READ  U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષોમાં મોદી સરકારની વિવિધ સ્કિમ્સના નામ અને ફોટો પર ડિઝાઈન કરવામાં આવ્યું છે.

 

સાથે જ આ કૅફેમાં આવતા સામાન્ય લોકોને કેન્દ્ર સરકારની વિવિધ સ્કિમ્સનો લાભ કેવી રીતે લેવાનો તે અંગે પણ માહિતી આપવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ કૅફેના ફોટોઝ આવતા લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે.

READ  રાજકોટમાં નવો અંડરબ્રિજ બનાવવા માટે ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું

 

આ અંગે કૅફે ઑનર ધિનેશનું કહેવું છે,

“મોદી સરકારે તામિલનાડુ માટે ઘણું સારું કામ કર્યું છે પરંતુ હજી પણ લોકો તેમનો વિરોધ કરે છે. લોકોને હજી તેમની યોજનાઓ વિશે પૂરતી માહિતી જ નથી. અમે અમારા ગ્રાહકોને આ જ સમડાવીએ છીએ. રાજકારણ સિવાય, અમે મોદી તરફ એટલે આકર્ષિત થયા છીએ કારણ કે તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અજોડ છે. દુનિયાભરમાં ભારતની એવી છબી તેમણે બનાવી છે જેનાથી આપણે એક ભારતીય તરીકે ગર્વ મહેસૂસ થાય. મોદી આજે માત્ર દેશના પ્રધાનમંત્રી જ નથી પરંતુ ગ્લોબલી એક મોટી બ્રાન્ડ છે.”

ધિનેશ ભાજપના યુવા મોરચાના થુથુકુડી જિલ્લાનો ઉપપ્રમુખ પણ છે. તે વધુમાં કહે છે,

“વડાપ્રધાન મોદી મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતા વધે તેવી પણ ઘણી કામગીરી કરે છે. અને અમે આ બધી જ માહિતી આજના યુવાન અને યુવા ઉદ્યોગસાહસિકો સુધી પહોંચાડીએ છીએ.”

[yop_poll id=1252]

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Surat police urging people to stay home to fight coronavirus | Tv9GujaratiNews

FB Comments