ભૂજના ખેડૂતે કરી જળસંચયની અનોખી પહેલ, જુઓ VIDEO

મિત્રો જળ છે તો જીવન છે. તેમાં પણ ખેતીનો વ્યવસાય કરતા ધરતીપુત્રોને તો બારેમાસ ખેતી કરવા પાણી જોઇએ જ. પાણી વગર ખેતી અશક્ય છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાંનાં મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે એક અનોખી પહેલ કરી છે. કચ્છ જિલ્લો હંમેશા પાણીની સમસ્યા સામે ઝઝુમતો રહ્યો છે. પરંતુ સંજોગો સામે હાર માનવાને બદલે આ ધરતીપુત્રોએ વરસાદનું પાણી બચાવીને કુવા રિચાર્જ કર્યા. કચ્છનાં ખેડૂતોએ ખેતી કરવા પાણીની તંગીની સમસ્યાથી છુટકારો મેળવવા એક ઉપાય અજમાવ્યો. ગામમાં જમીન પર ભેગુ થતુ વરસાદી પાણી દ્વારા કુવો રિચાર્જ કરવા તેમણે અનોખો રસ્તો અજમાવ્યો. 12 એકર જમીનને ફરતે પાળી કરી નાખી જેથી પાણી બહાર વહી ન જાય. આ જમીનને સમતળ કરીને એક તરફ ઢાળ આપ્યો જેથી પાણી એ દિશામાં વહે. તે પાણીમાંથી કચરો કાઠવા એક કુંડી બનાવી. જેથી પાણીમાંથી કચરો સાફ થઇ જાય અને તે કુંડી નીચે પીવીસીના પાઇપ લગાવી શુધ્ધ થયેલું પાણી કુવા સુધી પહોંચે.

READ  Nirav Modi not absconding, out for business purpose: Lawyer - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યની તમામ ચેકપોસ્ટ કરવામાં આવી બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

 

[yop_poll id=”1″]

FB Comments