પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં ફરી વધારો, આ છે નવી તારીખ

aadhaar card pan linking deadline extends 31 march pancard ne aadhaar car sathe link karvani samaymaryada ma fari vadharo aa che navi tarikh

PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં એક વખત ફરી વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ હવે સમયમર્યાદા 31 માર્ચ 2020 સુધી વધારી દીધી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2019ના રોજ ખત્મ થઈ રહી હતી. સરકારે 8મી વખત આધારને પાનકાર્ડથી જોડવાની સમયમર્યાદા વધારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તૈયાર થઈ જાઓ! ટૂંક સમયમાં આધારકાર્ડની સાથે લિંક કરાવવી પડશે સંપત્તિ, સરકાર લાવી શકે છે નવો કાયદો

ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટે આધારકાર્ડને પાનકાર્ડથી જોડવું અનિવાર્ય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તર પર સમર્થન આપવામાં આવ્યું અને પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાનું અનિવાર્ય બનાવવાની સરકારની યોજનાને કાયદેસર બનાવાઈ હતી. 1 એપ્રિલ 2019થી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પણ આધાર-પાન લિંક હોવું જરૂરી છે.

READ  જો આધારકાર્ડ હશે તો પાનકાર્ડ મળી જશે સરળતાથી, બજેટમાં સરકારે કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પાનકાર્ડની સાથે આધારકાર્ડને જોડવાની તારીખને 8મી વખત વધારવામાં આવી ચૂકી છે. પ્રથમ વખત આ તારીખ 30 જૂન 2018 હતી, જ્યારે બીજી વખત છેલ્લી તારીખ 31 માર્ચ 2019 રાખવામાં આવી હતી. હવે આ તારીખને એક વખત ફરી 31 માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે.

READ  એવું તો શું થયું કે મુંબઈના રસ્તા પર અનુષ્કા શર્મા રડવા લાગી? જુઓ Viral Video

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments