આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

જો તમને તમારો આધારકાર્ડનો ફોટો ના પસંદ હોય તો તમે તેને બદલી શકો છો. તેના માટે તમારે બસ આ થોડા સ્ટેપ્સને ફોલો કરવાના છે.  આધારકાર્ડમાં ફોટો બદલવાની બે રીત છે. જેમાં તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બે પ્રકારે પોતાનો ફોટો બદલી શકો છો. UIDAIના સર્વિસ સેન્ટર પર જઈને અથવા તેની વેબસાઈટ પર જઈને તમે ફોટો બદલી શકો છો.

READ  શું તમારૂ આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ન કરો, ઘરે બેઠા આ રીતે મેળવી શક્શો નવું આધારકાર્ડ

આધારકાર્ડમાં ફોટો આવી રીતે બદલો:

 

1. આધારકાર્ડની વેબસાઈટ UIDAI પર જઈને એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ધ્યાનથી ભરો.
2. આધારકાર્ડના નજીકના સેન્ટર પર જઈને અધિકારી પાસે આ ફોર્મ આપો અને બાયોમેટ્રીક ડેટા વેરિફિકેશન કરાવો.
3. સેન્ટરના અધિકારી તમારો નવો ફોટો અપડેટ કરી આપશે.
4. આ માટે તમારે 25 રુપિયાની ફી સાથે જીએસટીનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
5.આ પછી તમને એક પાવતી આપશે જેમાં URN નંબર આપવામાં આવશે જેના આધારે તમે પોતાના ફોટાની સ્થિતિ ચેક કરી શકશો.

READ  ચકાસણી માટે ઘરે પહોંચ્યુ Facebook, માગ્યુ આધાર કાર્ડ અને અન્ય વિગતો

 

 

આ સિવાય તમે આધારકાર્ડના ક્ષેત્રીય કાર્યાલયને પણ ફોટો બદવાવવા માટે પત્ર લખી શકો છો અને તેમાં તમારે નવા ફોટાની સાથે આધારકાર્ડની કોપી જોડવાની રહેશે. આ બાદ તમે આપેલાં સરનામા પર નવું આધારકાર્ડ મોકલી આપવામાં આવશે.

 

Sabarkantha: Police constable found dead in Prantij, police investigation on

FB Comments