ના હોય ! અમદાવાદમાં યોજાનારા અશ્વ-શોમાં ઘોડાનું પણ આધારકાર્ડ બનશે, ‘અશ્વ-આધાર’માં ઘોડાની વિગતો લીંક કરાશે

અમદાવાદથી આજથી અશ્વ શોનો 2019નો પ્રારંભ થઈ રહ્યો છે.  તેમાં અશ્વો આવી રહ્યાં છે તેની ઓળખ માટે હવે આધારકાર્ડ બનાવવામાં આવશે અને તે અશ્વની વિગતો સાથે તે આધારકાર્ડમાં લીંક કરવામાં આવશે. 

અમદાવાદમાં આજથી અશ્વ શો 2019નો પ્રારંભ થઈ ગયો છે.  જેમાં દેશભરમાંથી અશ્વો અને તેના માલિકો આવી રહ્યાં છે અને તેમનું રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યાં છે. અમદાવાદમાં થનારા અશ્વ શોમાં હવે અશ્વ આધાર પણ લોન્ચ કરવામાં આવશે. જેમાં માણસની જેમ અશ્વોની તમામ વિગતો તે આધાર સાથે લિન્ક કરવામાં આવશે. આ અશ્વ શો 10 માર્ચ સુધી ચાલશે જેમાં દર્શકો માટે ફ્રી એન્ટ્રી રખાઈ છે. 8, 9 અને 10 માર્ચના રોજ અશ્વ શો 2019 થઈ રહ્યો છે. તેને ધ સ્ટડબુક એન્ડ હોર્સ બ્રીડર્સ ફેડરેશન ગુજરાત સરકારના સહયોગથી આયોજીત કરી રહ્યું છે.  આ શોમાં ભારતના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાંથી અલગ અલગ નસ્લના ઘોડાઓ આવશે અને રેસીંગ તેમજ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે.

કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી-સિંધી એમ ત્રણ બ્રીડના ઘોડાઓ હોય તેવું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. જેને ઘોડાઓની જાતીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જાતીઓના ઘોડાઓ વધે, તેની જાળવણી થાય અને યુવાઓને એનિમલ સ્પોર્ટસમાં રસ પડે તે આ શોનો હેતું છે. બે દિવસમાં ટેન્ટ પેગીંગ, બેરલ દોડ, મટકી ફોટ, શો જમ્પીંગ, ઓબ્સ્ટેકલ કોર્સ, હેક્સ અને માર્ચ પાસ્ટ જેવી એક્ટિવીટી થશે. અહીં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક હતો તેની બ્રીડના ઘોડાઓ પણ લોકોને જોવા મળશે.

આ અશ્વ શો ને જોવા માટે લોકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ 2 દિવસ જે અશ્વો અને તેમના માલિકો આવશે તેમની પણ તમામ વ્યવસ્થા ધ સ્ટડબુક એન્ડ હોર્સ બ્રીડર્સ ફેડરેશન કોઈપણ ચાર્જ લીધા વગર કરી આપશે.. અત્યાર સુધીમાં અહીં 150 અશ્વોની નોંઘણી થઈ ચૂકી છે અને 500 જેટલા અશ્વો આવે તેવી અપેક્ષા છે.

FB Comments

Hardik Bhatt

Read Previous

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની ભૂલના કારણે 1 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, આચાર્ય અને ક્લાર્ક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Read Next

ભાજપના પ્રદેશ પ્રમુખે નવસારી લોકસભાની સીટનું રાજકીય વિશ્લેષણ કરવા કાર્યકારોની પાઠશાળા યોજી

WhatsApp chat