આજે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટી-20 મેચ, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રહેશે રસપ્રદ હરીફાઈ

ભારતીય ટીમ રવિવારે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકાની સામે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં મજબૂત પ્રયત્નો કરતી જોવા મળશે. ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

આ મેચમાં ભારતીય ટીમના 2 ધુરંધરમાં પણ રસપ્રદ રેસ જોવા મળશે. કેપ્ટન વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનારાની લિસ્ટમાં ટોપ પર છે. કેપ્ટન કોહલીએ મોહાલીમાં રમાયેલી છેલ્લી મેચમાં રોહિત શર્માને પાછળ છોડી દીધા હતા. વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,441 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્મા 2,434 રનની સાથે બીજા નંબર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: ચેકપોસ્ટ પર શિક્ષકોને ફરજ પર હાજર રહેવાનો આદેશ, પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો પરિપત્ર

રોહિત શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં હવે વિરાટ કોહલીથી માત્ર 7 રન દુર છે. બેંગલુરૂ ટી-20 મેચ દરમિયાન જોવાની વાત એ રહેશે કે વિરાટ કોહલી સૌથી વધારે રનની સાથે ટોપ પર રહી શકે છે કે રોહિત શર્મા આગળ આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડિજીટલ યુગનું દુષ્પરિણામ : YouTube પર વીડિયો જોઇ ગર્ભવતી મહિલાએ કર્યો ડિલિવરી કરવાનો પ્રયત્ન, માતા અને બાળક બંનેના થયા મોત

 

વિરાટ કોહલીએ 71 મેચમાં 2,441 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 97 મેચમાં 2,434 રન બનાવ્યા છે. ત્યારે ત્રીજા નંબર પર માર્ટિન ગુપ્ટિલે 78 મેચમાં 2283 રન બનાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોહલીએ બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રોહિત શર્માને પાછળ છોડી દીધા. જ્યારે તેમને અણનમ 72 રનની ઈનિંગ રમી. રોહિત શર્મા જ્યારે રવિવારે શિખર ધવનની સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતરશે તો તેમની પાસે એક વખત ફરી સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવવા માટેની તક રહેશે. રોહિત શર્મા છેલ્લી મેચમાં 12 રન જ બનાવી શકયા હતા.

READ  તમારા કામમાં જો facebook થઇ રહ્યું છે બાધા રૂપ, તો તમારાં માટે આ ફીચર થશે ખૂબ જ લાભકારક

 

Oops, something went wrong.
FB Comments